BANASKANTHAGUJARATPALANPUR

સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ પાલનપુર ખાતે સ્વયં શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી

6 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા ડીસ્ટ્રીકટ કેળવણી મંડળ સંચાલિત આર.આર.મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી.એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર ખાતે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વયં શિક્ષણ દિવસનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સાયન્સ એન્ડ કોમર્સ વિદ્યાશાખાના ૮૫ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ અલગ અલગ વિષયોનું અધ્યાપન કરાવ્યું હતું. આજના દિવસે વિદ્યાર્થીઓએ બંને વિદ્યાશાખાના અલગ અલગ પ્રિન્સીપાલ, વાઈસ પ્રિન્સીપાલ તથા સેવક તરીકેની ભૂમિકા પણ બેખુબી નિભાવી હતી.
ત્રણ પીરિયડના અધ્યાપન કાર્ય પછી વિદ્યાર્થીઓના અનુભવ તથા અભિપ્રાય જાણવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ પોતા અનુભવો જણાવી અધ્યાપન કાર્ય કેટલું કઠીન તથા વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં મહત્વનું છે તેનો અહેસાસ કરાવ્યો હતો. કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સીપાલ ડૉ. યોગેશ બી. ડબગરે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન યાદ કરી સ્વયં શિક્ષણ દિવસનું મ્હાતમય સમજાવ્યું હતું અને વિદ્યાર્થીઓને તેમના જીવનમાંથી પ્રેરણા લેવાનું આહવાન કર્યું હતું. સ્વયં શિક્ષણ દિવસમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ આપી અભિપ્રેરિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી તેમ જ રાષ્ટ્રગાનના સન્માનથી પુર્ણાહુતી કરવામાં આવી હતી. સ્વયં શિક્ષણ દિવસની સફળતા માટે આયોજનથી માંડી તમામ કાર્યવાહી કોલેજની કલ્ચરલ કમિટીના કન્વીનરડૉ.એસ.આઈ.ગટીયાલા, પ્રા. ડી.એન. પટેલ, ડૉ. કુલદીપ માથુર, ડૉ. અમીબેન પટેલ, ડૉ. પૂજા મેસુરાની, પ્રા. વિજય પરમાર, ડૉ. અંકિતા ચૌધરી, ડૉ. ધ્રુવ પંડ્યા, તથા કમિટીના અન્ય સભ્યોએ કરી હતી અને કોલેજના તમામ સ્ટાફે જરૂરી સહયોગ પૂરો પાડ્યો હતો.

Back to top button
error: Content is protected !!