બી.એસ. સી.બોટની વિભાગના વિદ્યાર્થીઓના માયનોર રિસર્ચ પ્રોજેક્ટમાંથી સંશોધન પત્રો આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત

16 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બી.એસ. સી.બોટની વિભાગના વિદ્યાર્થીઓના માયનોર રિસર્ચ પ્રોજેક્ટમાંથી સંશોધન પત્રો આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત.બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેવણી મંડળ સંચાલિત આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોલેજ ઓફ કોમર્સ પાલનપુરના બોટની વિભાગના ચાર વિદ્યાર્થીઓના માઇનર રિસર્ચ પ્રોજેક્ટમાંથી ચાર સંશોધન પત્રો આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત થયાં.ગત શૈક્ષણિક વર્ષમાં અભ્યાસ કરતા મનભાઈ ચૌધરી, પ્રેરણાબહેન જગાણીયા,વિપુલભાઈ ચૌધરી અને માનસીબહેન પરમાર દ્વારા કેમ્પસમાં આવેલ કેટલીક વનસ્પતિઓ _Tecoma stnas, Pandanus odoratissimus, Salvadora persica, Spathodea campanulata_ ના Phytochemicals પર માયનોર સંશોધન કામ બોટની વિભાગના સહાયક પ્રાધ્યાપક ડૉ. ધ્રુવ પંડ્યાના માર્ગદર્શન હેઠળ કરેલ. આ પ્રોજેક્ટમાં વિભાગીય ડો. મુકેશભાઈ પટેલ, ડો જગદીશભાઈ પટેલ, ડો.હરેશભાઈ ગોંડલીયાનો સાથ સહકાર અને માર્ગદર્શન રહ્યું. સંસ્થાના પ્રિન્સિપલ ડો. યોગેશભાઈ ડબગર સાહેબના પણ પરોક્ષ આશીર્વાદ અને સહકાર મળેલ. મંડળના એકેડેમિક ડાયરેક્ટર શ્રી અમિતભાઈ સાહેબ તરફથી પણ હંમેશા સંશોધન માટે પ્રોત્સાહન અને આશીર્વચન પ્રાપ્ત થતાં રહે છે. વિદ્યાર્થીઓ દ્વારા માઈનર રિસર્ચ પ્રોજેક્ટમાંથી ચાર સંશોધન પત્રો કે જેમાં Preliminary phytochemical analysis of the flowers of _Spathodea campanulata_ P. Beauv; Secondary metabolites screening of aqueous and chloroform extracts of stem of _Salvadora _parsica_ L; Qualitative analysis of secondary metabolites of flowers of _Tecoma stans_ L. Juss Ex Kunth; Phytochemical analysis of leaves of _Pandanus ordoratisaimus_ L. અનુક્રમે ઇન્ટરનેશનલ રિસર્ચ જર્નલ ઓફ મોડેનાઈઝેશન ઈન એન્જિનિયરિંગ ટેકનોલોજી એન્ડ સાયન્સ તથા ઇન્ટરનેશનલ જર્નલ ઓફ સાયન્ટિફિક રિસર્ચ એન્ડ એન્જિનિયરિંગ ડેવલપમેન્ટ જેવી આંતરરાષ્ટ્રીય પિયર રિવયુડ જર્નલમાં પ્રકાશિત થયા.
વિભાગના દરેક પ્રાધ્યાપક વિદ્યાર્થીઓના ઉત્તમ ભવિષ્યની કામના સાથે બીએસસી સ્તરના વિદ્યાર્થીઓની આ સફળતા માટે ગૌરવની લાગણી અનુભવે છે.










