ખેડબ્રહમા પો.સ્ટે. વિસ્તારમાંથી માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી.) ૯૯.૬૨ ગ્રામ કિ.રૂ ૯,૯૬,૨૦૦/-ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી ખેડબ્રહમા પોલીસ તથા એસ.ઓ.જી.ની સંયુકત ટીમ

અહેવાલ:- પ્રતિક ભોઈ
ખેડબ્રહમા પો.સ્ટે. વિસ્તારમાંથી માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી.) ૯૯.૬૨ ગ્રામ કિ.રૂ ૯,૯૬,૨૦૦/-ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી ખેડબ્રહમા પોલીસ તથા એસ.ઓ.જી.ની સંયુકત ટીમ
મહે.ડી.જી.પી સા.શ્રી નાઓની માદક પદાર્થ પકડવાની ડ્રાઇવ અન્વયે ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ IPS તથા પોલીસ અધિક્ષકશ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલ IPS નાઓએ સાબરકાંઠા જીલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા ” SAY NO TO DRUGS” મિશન અંતર્ગત તથા ડ્રગ્સ મુક્ત સાબરકાંઠા સુત્રને સાર્થક કરવા નાર્કોટીક્સના પદાર્થોનું ખરીદ વેચાણ કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી સ્મીત ગોહીલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અમો પો.ઇન્સ. ડી.એન.સાધુ ખેડબ્રહમા પો.સ્ટે નાઓ સ્થાનીક પોલીસના માણસો તથા એસ.ઓ.જી પોલીસના માણસો સંયુક્ત રીતે ખેડબ્રહ્મા બસ સ્ટેશન આગળ રોડ ઉપર ભાદરવી પુનમ મેળા અન્વયે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના અ.પો.કોન્સ. પ્રદિપસિંહ મહેન્દ્રસિંહ બ.નં-૭૯૫ નાઓને તેમના ખાનગી બાતમીદારથી બાતમી હકિક્ત મળેલ કે, એક ઇસમ શંકાસ્પદ હાલતમાં નાયરા પેટ્રોલ પંપ બાજુથી ચાલતો ચાલતો ખેડબ્રહ્મા બસ સ્ટેશન તરફ આવી રહેલ છે, જેને શરીરે સફેદ જેવા કલરનું શર્ટ તથા નીચે કાળા જેવા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે. જેની પાસે માદક પદાર્થ છે જે બાતમી હકિક્ત આધારે વોચ તપાસમા હતા તે દરમ્યાન બાતમીમાં જણાવ્યા મુજબનો ઇસમ ચાલતો ચાલતો આવતો હોય રેઇડીંગ ટીમના પોલીસના માણસોએ સદરીને કોર્ડન કરી સદરી ઇસમનું નામઠામ પુછતાં પોતે પોતાનું નામ સલાઉદ્દીન સૈજુદ્દીન શેખ ઉ.વ.-૨૭ રહે. ખાલા મહોલા તા. કોટડા છાવણી જી.ઉદેપુર રાજસ્થાનનો હોવાનું અને સદરીની અંગ ઝડતી કરતા સદરીના અંગ કબજામાંથી મેફેડ્રોન (એમ.ડી.) નો જથ્થો ૯૯.૬૨ ગ્રામ માદક પદાર્થ એમ.ડી. કિ.રૂ ૯,૯૬, ૨૦૦/-તથા મોબાઇલ કિ.રૂ.- ૫,૦૦૦/- મળી કુલ રૂપિયા- ૧૦,૦૧,૨૦૦/-નો મુદ્દામાલ મળી આવતા એન.ડી.પી.એસ. એકટ ૧૯૮૫ ની કલમ ૮ (સી), ૨૨(સી) ૨૯ મુજબનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મેળવેલ છે.
પકડાયેલ આરોપી
(૧) સલાઉદ્દીન સૈજુદ્દીન શેખ ઉ.વ.-૨૭ રહે.ખાલા મહોલા તાકોટડા છાવણી જી.ઉદેપુર રાજસ્થાન
પકડવાના બાકી આરોપીઓ:- ૦૫
કામગીરી કરનાર:-
(૧) પોલીસ ઇન્સ્પેક્ટર, ડી.એન.સાધુ
(૨) એ.એસ.આઇ અનિરુધ્ધસિંહ શુભેન્દ્રસિંહ બ.ન.૦૯૦૨
(૩) આ.હે.કોન્સ.કિરીટસિંહ રજનીકાન્તસિંહ બ.નં-૩૯૫ (S.O.G)
(૪) અ.હે.કોન્સ. ધર્મેન્દ્રકુમાર નટવરભાઈ બ.નં-૧૨૬
(૫) અ.પો.કો પ્રદિપસિંહ મહેન્દ્રસિંહ બ.નં.૭૯૫(૧૦)
(5) આ.પો.કો. દિલીપભાઇ રણછોડભાઇ બ નં-૨૯૩
(૭)આ.પો.કો અક્ષયકુમાર પોપટભાઇ બ.ન.૩૬૪
(૮) આ.પો.કોન્સ. કલ્પેશકુમાર ગોવિંદભાઇ બ.નં-૧૦૪
(૯) આ.પો.કોન્સ. અપેન્દ્રસિંહ નટવરસિંહ બ.નં-૪૮૧(S.O.G)
(૧૦)અ.પો.કોન્સ.પંકજકુમાર કાન્તીલાલ બ.નં-૮૯૬(S.O.G)
(૧૧) આ.લો.૨.નિલેશકુમાર બાબુભાઇ બ.નં-૦૭૯૦(S.O.G)
(૧૨) ડ્રા.હે.કોન્સ.સુરતાનસિંહ જગતસિંહ બ.નં-૩૯૯(S.O.G)
(૧૩) ડ્રા.પો.કોન્સ.નિલેશકુમાર પ્રભુદાસ બ.નં-૯૦૫{S.O.G)





