GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ૦૪ દિવસમાં ટોટલ ૮૨૦ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામા આવ્યું 

MORBI:મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ૦૪ દિવસમાં ટોટલ ૮૨૦ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામા આવ્યું

 

 

રિદ્ધિ સિદ્ધિના દેવ ગણપતિ મહારાજની ૧૦ દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ આજે તેમને વિદાય આપવાની વસમી ઘડી આવી પહોંચી હતી અગલે બરસ તું જલ્દી આના નારા સાથે ભક્તોએ અશ્રુભીની આંખે ગણપતિ બાપ્પાને વિદાય આપી હતી વિસર્જન સ્થળે મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ૧૮૦ સહીત અત્યાર સુધીમાં ૪૨૮ મૂર્તિનું વિસર્જન કરાયું

આજે ગણેશ વિસર્જન યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર જોવા મળી હતી શહેરમાં ઠેર ઠેર કરાયેલ ગણેશ મહોત્સવ આયોજન બાદ આજે ગણપતિ બાપ્પાને ડીજેના તાલે નાચતા ગાતા વિદાય આપવામાં આવી હતી વિસર્જન યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને બાદમાં ભક્તોએ મૂર્તિ કલેક્શન સેન્ટર ખાતે મૂર્તિ જમા કરાવી હતી મોરબી મહાનગરપાલિકા દ્વારા મૂર્તિ કલેક્શન કરવા ઉપરાંત શોભેશ્વર રોડ પર પીકનીક સેન્ટર ખાતે ગણેશ વિસર્જન માટે ખાસ વ્યવસ્થા કરી હતી ફાયરની ટીમ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું

મહાપાલિકાના ફાયર વિભાગ દ્વારા તા. ૩૧ ના રોજ ૧૩૦ ગણેશજીની મૂર્તિ, તા. ૦૨ ના રોજ ૭૬ મૂર્તિ, તા. ૦૪ ના રોજ ૪૨ મૂર્તિ, આજે અંતિમ દિવસે ૧૮૦ સહીત અત્યાર સુધીમાં કુલ ૪૨૮ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું તેમજ સાંજે ૬ વાગ્યા બાદ પણ હજુ મૂર્તિના આગમન ચાલુ જોવા મળ્યા હતા મહાનગરપાલિકા અને પોલીસની ગણેશ વિસર્જન વ્યવસ્થાને કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી

પીપળીયા ચાર રસ્તા પાસે ગણેશ વિસર્જન સમયે યુવાન ડૂબ્યો

મોરબી શહેરમાં ગણેશ વિસર્જન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી જોકે પીપળીયા ચાર રસ્તા પાસે ગણેશ વિસર્જન સમયે એક યુવાન દુબ્યાનો બનાવ સામે આવ્યો છે પીપળીયા ચાર રસ્તા પાસે મોડપર પાસે લુંટાવદર જવાના રસ્તા પર ગણેશ વિસર્જન સમયે એક યુવાન ડૂબ્યો હતો ફાયર કંટ્રોલરૂમમાં કોલ મળતા ટીમ દોડી ગઈ હતી જોકે ટીમ પહોંચે તે પૂર્વે જ મૃતદેહ મળી ગયો હતો અને મૃતકની ઓળખ હજુ થઇ સકી નથી

મોરબી મહાનગરપાલિકા તરફથી અલગ અલગ ૦૪ જગ્યા પર કલેક્શન પોઇન્ટ રાખેલ હતા અને એ મૂર્તિ શોભેશ્વર રોડ પિકનિક સેન્ટર એ ગણેશ વિસર્જન નું આયોજન રાખેલ હતું જેમાં તારીખ : ૩૧/૦૮/૨૦૨૫ ના રોજ ૧૩૦ ગણેશજીની મૂર્તિ વિસર્જન કરવામાં આવેલ.

તારીખ : ૦૨/૦૯/૨૦૨૫ ના રોજ ૭૬ ગણેશજીની મૂર્તિ.

તારીખ : ૦૪/૦૯/૨૦૨૫ ના રોજ ૪૨ ગણેશજીની મૂર્તિ.

તારીખ : ૦૬/૦૯/૨૦૨૫ ના રોજ ૫૭૨ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી હતી એમ ૦૪ દિવસમાં ટોટલ ૮૨૦ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવેલ મહાનગરપાલિકા ટીમ પોલીસ ટીમ અને કાંઈ દુર્ઘટના ના બને તે માટે ફાયરની ટીમ પણ સ્ટેન્ડબાય રાખેલ હતી.
એમાં મોટી મહાકાય મૂર્તિ (૧) પટેલ ગ્રુપ રાત્રે ૧૦:૪૫ વાગ્યે આવી ગયેલ. (૨) મયુરનગરી કા રાજા રાત્રે ૦૩:૧૫ વાગ્યે આવેલ. (૩) સિદ્ધિવિનાયક કા રાજા સવારે ૦૭:૩૦ વિસર્જન કરેલ.રાત્રે ચાલુ વરસાદ હતો તો પણ મોરબી ફાયર ટીમ મહાનગરપાલિકા સ્ટાફ અને પોલીસ સ્ટાફ દ્વારા ૨૪ કલાક સ્ટેન્ડબાય રહી કામ કરી સંપૂર્ણ સરસ રીતે કામગીરી પૂર્ણ કરેલ.

Back to top button
error: Content is protected !!