રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી
વિવિધ સંસ્થાના આગેવાનો રહ્યા હાજર

યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી
વિવિધ કાર્યક્રમ નું આયોજન

રાજુલા શહેરમાં સૌપ્રથમવાર પોલીસ સ્ટેશન પાસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સૌ પ્રથમ વાર ગણપતિ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
સૌપ્રથમવાર રાજુલા શહેરમાં આવું આયોજન કરવામાં આવતા રાજુલા શહેરની ધર્મ પ્રિય જનતા દર્શન કરવા ઉમટી પડેલ અહીંયા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે દરરોજ સાંજના આરતી સાથે હનુમાન ચાલીસા નું આયોજન કરવામાં આવેલ તેમજ સાથે સાથે નામી અનામી કલાકારોએ હાજરી આપી અને સંતવાણી યોજવામાં આવેલ આ સમગ્ર કાર્યક્રમમાં રાજુલા શહેરના વિવિધ અગ્રણીઓ વેપારીઓ કે ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો બ્રહ્મ સમાજના આગેવાનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના તમામ હોદ્દેદારો સાથે સાથે નિવૃત્ત ડી.વાય.એસ.પી હરેશ વોરા તેમજ તેમજ રાજુલા શહેરમાં નિમાયેલા આપના શહેર પ્રમુખ કિરીટ પંડ્યા તેમજ ભારતીય જનતા પક્ષના હોદ્દેદારો તેમજ વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી પધારેલા સરપંચો સહિતના લોકોએ હાજરી આપી અને આરતી સાથે હનુમાન ચાલીસા તેમજ સંતવાણી નો લાભ લીધેલો તારીખ 15.09.2024 નાં રોજ રાજુલા લુહાર સુથાર વાડી ખાતે બપોર નાં 4.30 કલાકે વિરાટ હિન્દુ મહાસંમેલન નું આયોજન કરવામાં આવેલ છે તેવું વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ ની યાદી માં જણાવવામાં આવેલ છે





