શ્રી તુલજાભવાની માતાજીનો વાર્ષિક યજ્ઞ મોટા લીલીયા ખાતે યોજાશે
—————–
અમરેલી જિલ્લાના મોટા લીલીયા ખાતે સતત છેલ્લ્લા ૨૭ વર્ષથી શ્રી બાજખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિના તણસોલીયા દવે પરીવારના કુળદેવી શ્રી તુલજાભવાની માતાજીનો યજ્ઞ ધામધૂમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં તણસોલીયા દવે પરીવારના કુટુંબીજનો સમગ્ર ભારતભરમાંથી ઉપસ્થિત રહી માં તુલજાભવાનીની આરાધના કરે છે.
આ વર્ષે પણ પરંપરા મુજબ ૨૮ માં વાર્ષિક યજ્ઞનું આયોજન આગામી તા. ૨૬/૧૦ /૨૦૨૫ કારતક સુદ પાંચમ (લાભ પાંચમ) ના દિવસે રવિવારે મોટા લીલીયા મુકામે યોજાશે. તણસોલીયા દવે પરીવારના કુટુંબીજનોને લીલીયા મોટા મુકામે યજ્ઞ પર્વમાં ઉપસ્થિત રહેવા શ્રી તુલજાભવાની સેવા સમિતિ દ્વારા સાદર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
વધુ માહિતી માટે કેતન દવે (માહિતી કચેરી, રાજકોટ) નો ૯૮૯૮૦ ૪૫૭૩૦ પર સંપર્ક કરવા પ્રવીણ દવેની યાદીમાં જણાવાયું છે.