MORBI:મોરબી મહાનગરપાલિકા ની ઇલેક્ટ્રિક શાખા દ્વારા સ્ટ્રીટ લાઈટો વ્યવસ્થિત ટાઈમ સર ચાલુ રહેશે તે રીતની તમામ સુવિધા કરવામાં આવી

MORBI:મોરબી મહાનગરપાલિકા ની ઇલેક્ટ્રિક શાખા દ્વારા સ્ટ્રીટ લાઈટો વ્યવસ્થિત ટાઈમ સર ચાલુ રહેશે તે રીતની તમામ સુવિધા કરવામાં આવી
મોરબી મહાનગરપાલિકા ની ઈલેક્ટ્રીકલ શાખા દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને સર્કલો પર માર્ગપ્રકાશની યોગ્ય વ્યવસ્થા કરવામાં સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઈલેક્ટ્રિકલ શાખા દ્વારા તાજેતરમાં જે લાઈટ હમેશા ચાલુ રહે તે પ્રકાર ની સમસ્યા નિવારણ લાવવા માટે ના તમામ પ્રયાશો હાય ધરવામાં આવેલ છે તેને ધ્યાને લઇ મોરબી મહાનગરપાલિકા ની ઇલેક્ટ્રિક શાખા દ્વારા જરૂરિયાત મુજબ ના મીટર ની અરજી હાલમાં પીજીવીસીએલમાં કરવામાં આવેલ છે જે મીટર ઇન્સ્ટોલ કર્યા બાદ તે વિસ્તાર ની તમામ લાઈટો સમયસર ઉપયોગ માં લઇ શકશે. જેમાં હાલ અત્યાર સુધીમાં કુલ 55 અરજી કરેલી છે જે માંથી અત્યારસુધી માં ૩૯ કવોટેશન આવેલ છે જેની તમામ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ટે તમામ જગ્યાએ મીટર ઇન્સ્ટોલ કાર્ય બાદ તમામ સ્ટ્રીટ લાઈટો વ્યવસ્થિત ટાઈમ સર ચાલુ રહેશે તે રીતની તમામ સુવિધા કરવામાં આવશે.આગામી સમય માં મોરબી ની જનતા ને પુરી સુવિધા મળી મળે તે મુજબ ના તમામ પ્રયાસો હાથ ધરવા માં આવશે.






