GUJARATKUTCHMANDAVI

ભારે વરસાદની પરિસ્થિતિને લઈને નાગરિકોની સહાયતા માટે કલેક્ટર કચેરીમાં કંટ્રોલ રૂમ કાર્યરત.

ભારે વરસાદની પરિસ્થિતિ દરમિયાન કચ્છ કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શનમાં જિલ્લા કંટ્રોલની 'રાઉન્ડ ધ કલોક' કામગીરી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૦૮ સપ્ટેમ્બર : કચ્છ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદમાં નાગરિકોને કોઈ જ મુશ્કેલી ન પડે તે હેતુથી કચ્છ કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન જિલ્લા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. કોઈપણ સહાયતા માટે જિલ્લા કંટ્રોલ રૂમ (૦૨૮૩૨-૨૫૦૯૨૩/૨૫૨૩૪૭) સંપર્ક કરવા જિલ્લા વહીવટીતંત્ર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, તાલુકાના કંટ્રોલ રૂમમાં પણ નાગરિકો કોઈપણ સહાયતા માટે ફોન કરીને મદદ માગી શકે છે. કચ્છ કલેક્ટર ની કચેરી ભુજ ખાતે કાર્યરત જિલ્લા કંટ્રોલ રૂમમાં રાહત બચાવ કામગીરી, રોડ રસ્તાઓને અસર, ડેમનું જળસ્તર, વીજ પુરવઠો, સ્થળાંતર સહિતની બાબતોને લઈને નાગરિકોને હિતમાં રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામાં આવી રહી છે. તાલુકાકક્ષાએ પણ વિવિધ કંટ્રોલ રૂમ કાર્યરત છે ત્યારે ત્યાંથી આવતી તમામ માહિતીનું સંકલન કરીને હાલની ભારે વરસાદની પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. કંટ્રોલ રૂમનું સીધું જ મોનીટરીંગ કચ્છ કલેક્ટર આનંદ પટેલ, નિવાસી અધિક કલેક્ટર ડી.પી.ચૌહાણ અને ડિઝાસ્ટર મામલતદાર સી.આર.નિમાવત દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, વરસાદની પરિસ્થિતિની રિયલ ટાઈમ માહિતી રાજ્યકક્ષાના ગાંધીનગર ખાતે કાર્યરત SEOCને અપડેટ્સ આપવામાં આવી રહી છે. અહીં આવતી નાગરિકોની ફરિયાદોને સંલગ્ન તાલુકાવાઈઝ પ્રાંત અધિકારી અને મામલતદાર ને નિવારણ અર્થે મોકલવામાં આવી રહી છે. નાગરિકોની ફરિયાદોનું ત્વરિત નિવારણ આવે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા કંટ્રોલ રૂમ રાઉન્ડ ધ કલોક કામગીરી કરી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!