DEVBHOOMI DWARKADWARKA

દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર ખાતે યોજાયો મલ્લકુસ્તી મેળો-૨૦૨૫

સમગ્ર રાજ્યનાં સ્પર્ધકોમાંથી અલગ અલગ વયજૂથના વિજેતા ૧૩ ખેલાડીઓને રોકડ ઈનામથી પુરસ્કૃત કરાયાં

*****

માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા

ગુજરાત રાજ્ય સરકારશ્રીના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી-દેવભૂમિ દ્વારકા દ્વારા સંચાલીત પરંપરાગત મલ્લ કુસ્તી સ્પર્ધા – ૨૦૨૫ની સ્પર્ધા દ્વારકા તાલુકાના શિવરાજપુર ખાતે યોજાઈ હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા રમતગમત અધિકારી દ્વારા પરંપરાગત મલ્લકુસ્તી સ્પર્ધા અને પ્રતિભાશાળી ખેલાડીઓ પસંગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતુ. પરંપરાગત મલ્લ કુસ્તી સ્પર્ધા–૨૦૨૫માં ગુજરાતનાં તમામ જિલ્લાઓ માંથી જુદા જુદા વયજૂથમાં કુલ ૮૫૦ થી વધારેખેલાડીઓએ ભાગ લીધેલ હતો. જેમાં અલગ અલગ વયજૂથનાં મળીને કુલ કુલ ૧૩ ખેલાડીઓ વિજેતા થયા હતાં.

પરંપરાગત મલ્લ કુસ્તી સ્પર્ધા ૮ થી ૧૨ વયજૂથમાં પ્રથમ ક્રમ પરમાર શિવ જયતિ, દ્વિતીય ક્રમ સુમણીયા જયેશ અને તૃતીય ક્રમ ચમડીયા સોભરાજ, જ્યારે ૧૩ થી ૧૭ વયજૂથમાં પ્રથમ ક્રમ દીપક ગોપાલ સોલંકી, દ્વિતીય ક્રમ હાથલ ધનરાજ અને તૃતીય ક્રમ સુથાર નીકુલ રૂપાજી, તેમજ ૧૮ થી ૨૨ વયજૂથમાં પ્રથમ ક્રમ પ્રજાપતિ કરણ બી, દ્વિતીય ક્રમ સુમણીયા ડુંગરભા અને તૃતીય ક્રમ સોની નિલય, ઓપન વયજૂથમાં પ્રથમ ક્રમ જયેશભાઈ ચોધરી,દ્વિતીય ક્રમ પ્રજાપતિ કરણ બી અને તૃતીય ક્રમ જયેશભાઈ ચોધરી વિજેતા થયાં હતાં. જે વિજેતાઓને સરકારશ્રી દ્રારા ૮ થી ૧૨ અને ૧૩ થી ૧૭ વયજૂથમાં પ્રથમ ક્રમે ઇનામ રૂ.૧૦ હજાર, દ્વિતીય ક્રમે ઇનામ રૂ.૭ હજાર તેમજ તૃતીય ક્રમે ઇનામ રૂ.૫ હજાર, ૧૮ થી ૨૨ વયજૂથમાં  પ્રથમ,દ્વિતીય અને તૃતિય ક્રમે રૂ.૧૨ હજાર, ૧૦ હજાર અને ૮ હજાર, ઓપન કેટેગરીમાં પ્રથમ,દ્વિતીય અને તૃતિય ક્રમે રૂ.૧૫ હજાર, ૧૨ હજાર અને ૧૦ હજાર આપવામાં આવ્યું હતું તેમજ ખેલાડીઓને મેડલ, ટ્રેકશૂટ, ટીશર્ટ, ટ્રોફી,અને પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. વધુમાં વિજેતા ખેલાડીઓને જાહેર જનતામાંથી પણ પ્રોત્સાહન સ્વરૂપે સ્થળ પર વિવિધ રોકડ રકમોના ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. આ સ્પર્ધા સાથે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા ૮ થી ૧૨ વયજૂથ માં ૨૦ જેટલા ખેલાડીઓની પસંદગી કરેલ છે જે ખેલાડીઓને સરકારશ્રી દ્વારા ચાલતી વિવિધ રમત ગમતલક્ષી ચાલતી યોજનાઓના લાભ અપાશે.

Back to top button
error: Content is protected !!