GUJARATKUTCHMANDAVI

કચ્છ જિલ્લાના દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો જોગ.

સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચ સહાય યોજનાનો લાભ લેવા ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધીમાં અરજી કરવાની રહેશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૦૯ સપ્ટેમ્બર : કચ્છ જિલ્લામાં દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાય યોજના હેઠળ સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતોએ આઇ-ખેડૂત ૨.૦ પોર્ટલમાં તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી અરજી કરી શકશે.કચ્છમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી એવી દેશી ગાયના નિભાવ ખર્ચમાં સહાય માટે “દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાય” વાળી યોજના હેઠળ જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા હોય કે કરનાર હોય, આઇડેન્ટિફિકેશન ટેગ વાળી દેશી ગાય ધરાવતા હોય અને પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધી હોય તેવા અગાઉના વર્ષોમાં જે ખેડૂતોએ અરજી કરેલી હોય અને ચાલુ વર્ષે લાભ મળનારો હોય તે લાભાર્થીઓ સિવાયના અન્ય ખેડૂતો માટે આ યોજના હેઠળ નવી અરજીઓ મેળવવા માટે આઇ-ખેડૂત ૨.૦ પોર્ટલ તા.૧૭/૦૯/૨૦૨૫ સુધી ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. જે ખેડૂતો આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા હોય તેઓએ સમયમર્યાદામાં આઇ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર અરજી કરવાની રહેશે તેમ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, આત્મા પ્રોજેક્ટ, કચ્છની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!