NATIONAL

લદ્દાખના સિયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલનથી ત્રણ સૈનિકો શહીદ

લદ્દાખમાં સિયાચીન ગ્લેશિયર પર હિમસ્ખલન થતા ભારતીય સેનાના ત્રણ સૈનિકો શહીદ થયા  હોવાના સમાચાર સામે આવ્યા છે.ત્રણ સૈનિકો મહાર રેજિમેન્ટના હતા.ફસાયેલા સૈનિકોને બચાવવા માટે કાર્યવાહી પુરજોશમાં કરવામાં આવી રહી છે. આ વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર છે, જ્યાં સૈનિકો -60 ડિગ્રી ઠંડી, ભારે પવન અને બરફના જોખમોનો સામનો કરે છે. માહિતી અનુસાર, સૈનિકો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેઓ હિમસ્ખલમાં ફસાઈ ગયા.હાલ બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.ફસાયેલા સૈનિકોને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નોંધનીય છે કે આ ત્રણ સૈનિકો મહાર રેજિમેન્ટના હતા. ત્રણેય ગુજરાત, ઉત્તર પ્રદેશ અને ઝારખંડના હતા. પાંચ સૈનિકો હિમસ્ખલનમાં ફસાયા છે. એક કેપ્ટનને બચાવી લેવામાં આવ્યો છે. સેનાની બચાવ ટીમો તરત જ કામે લાગી ગઈ, લેહ અને ઉધમપુરની મદદ લેવામાં આવી છે. સિયાચીનમાં હિમસ્ખલન સામાન્ય છે. 1984માં ઓપરેશન મેઘદૂત બાદ હવામાનને કારણે અત્યાર 1,000 થી વધુ સૈનિકો શહીદ થયા છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

હિમસ્ખલનના સમાચાર મળતા જ ભારતીય સેના અને વાયુસેનાએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. વિશેષ હિમસ્ખલન બચાવ ટીમો (ART) ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બરફ નીચે દટાયેલા સૈનિકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. આ ટીમો લેહ અને ઉધમપુરથી સંકલન કરી રહી છે. ઘાયલોને બહાર કાઢવા અને હોસ્પિટલોમાં લઈ જવા માટે ચિત્તા અને Mi-17 જેવા આર્મી હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સિયાચીનમાં આવી કટોકટી માટે સેના હંમેશા તૈયાર રહે છે, પરંતુ બરફ અને ઠંડીને કારણે બચાવ કામગીરી અત્યંત મુશ્કેલ છે.

Back to top button
error: Content is protected !!