Jasdan: કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જસદણના નવનિર્મિત સ્પોર્ટ્સ સંકુલની મુલાકાત લીધી

તા.૨૬/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jasdan: જળસંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ જસદણના કમળાપુર રોડ સ્થિત સ્પોર્ટ્સ સંકુલની મુલાકાત લીધી હતી.
મંત્રીશ્રીએ સંકુલમાં ઇન્ડોર અને આઉટ ડોર ગેમ્સ માટે ફાળવાયેલી જગ્યાઓનું નિરીક્ષણ કર્યું હતું. જસદણ અને વિંછીયા તાલુકાના યુવાઓ અને રમતવીરો વધુને વધુ સ્પોર્ટ્સ સંકુલનો ઉપયોગ કરે, તે માટે મંત્રીશ્રીએ રમતગમત વિભાગના અધિકારીશ્રીઓ તથા ઉપસ્થિતોને જરૂરી સૂચનાઓ આપી હતી તેમજ સંકુલમાં સ્વચ્છતા જળવાય અને સંકુલની નિયમિત જાળવણી થાય તે અંગે સંબંધિતો સાથે ચર્ચા કરી હતી.
રૂ. ૭.૮૦ કરોડના ખર્ચે ૬ એકર જમીનમાં બનનારા સ્પોર્ટ્સ સંકુલમાં ઇન્ડોર રમતો જેવી કે ટેબલ ટેનીસ, વોલીબોલ, બાસ્કેટ બોલ, કબડ્ડી, યોગા, ચેસ, કરાટે તથા આઉટડોર ગેમ્સમાં ૨૦૦ મીટર એથ્લેટિક ટ્રેક, ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ, વોલીબોલ/હેન્ડ બોલ, ખો-ખો સહિતની રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ તકે જિલ્લા રમતવિકાસ અધિકારી શ્રી રમાબેન મદ્રા તથા અન્ય કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.







