DHRANGADHRAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધ્રાંગધ્રામાં ડબલ ઋતુને લઈને ઇન્ફેક્શનના કેસોમાં વધારો હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ

તા.10/09/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા વિસ્તારમાં એક અઠવાડિયાથી વરસાદને લઈને ડબલ ઋતુ કારણે વાઈરલ ઈફેક્શનના દદીઓ વધતા દવાખાના ઉભરાવા લાગ્યા છે ત્યારે માદગીને લઈને લોકો પરેશાન થઈ ગયા છે ત્યારે સરકારી હોસ્પિટલમાં રોજના 200 દદીઁઓથી વધુની ઓપેડી નોંધાયેલ છે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા તેમજ શહેરી વિસ્તારમાં વાયરલ ઇન્ફેક્શનના કેશો માં વધારો થઈ રહ્યો છે ત્યારે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં દરરોજના 200થી વધુ ઓપીડીના કેશ આવી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી હવામાન માં થઈ રહેલા બદલાવને કારણે ઠંડી, અને ગરમી ચોમાસા જેવી ડબલ ઋતુને લઈને વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે જેને કારણે શરદી, ઉધરસ તાવ, જેવી બીમારીના કેશોમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આવા વાતાવરણને કારણે વાયરલ ઇન્ફેક્શન કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ સહિત દવાખાના મા ખાનગી હોસ્પિટલોમાં પણ ઘણા કેશ આવતા હોવાનું જોવા મળ્યું છે જેમાં સૌથી વધારે મોટાભાગના શરદી ઉધરસ અને તાવના કેશો હોવાથી લોકો પરેશાન થઈ ગયા છે ત્યારે તાલુકા હેલ્થ ઓફીસ ડો. હીરામણી એ જણાવ્યું કે થોડા દિવસોથી તાવ શરદી અને ખાસીના દદી વધ્યા છે દવાનું વેચાણ વધ્યું છે સામાન્ય દવાને લઈને કાબુમાં આવી જાય છે કોઈ ડરવાની જરૂર નથી.

Back to top button
error: Content is protected !!