કાલોલ મામલતદાર કચેરીનો કરાર આધારીત કર્મચારી અશોકકુમાર જોશી રૂ 400 ની લાંચ લેતા એસીબી એ ઝડપી પાડ્યો.

તારીખ ૧૦/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
આ કામના ફરીયાદી ની વડીલો પાર્જીત જમીન આવેલ છે તેમાં ફરિયાદી ના પિતા નું નામ ખેડૂત ખાતેદાર તરીકે ચાલતું હોય અને ફરિયાદીના પિતાનું તથા ફોઈનું અવસાન થતા તેમના પિતાને તથા તેમની ફોઈ ને નિઃસંતાન બતાવી તેમાં ફરિયાદીના કાકાના દીકરાઓના નામ દાખલ કરાવેલ અને ફરિયાદીનું નામ દાખલ કર્યા વગર નોંધ દાખલ કરેલ જેની જાણ ફરિયાદીને થતા જે નોંધ થી હક કમી થયેલ તે નોંધ પડાવવા સારું જે સંલગ્ન કાગળો રજુ થયેલ તેની નકલો મેળવવા સારું ફરિયાદી એ મામલતદાર કચેરી માં અરજી ઓપેલ જે અરજી અન્વયે જરૂરી કાગળો કાઢી આપવા સારું આરોપી અશોકકુમાર હરિપ્રસાદ જોશી હોદ્દો – પટાવાળા (કરાર આધારિત )રેકર્ડ શાખા કાલોલ મામલતદાર કચેરી કાલોલ. જી.પંચમહાલ એ રૂ.400/- ની માંગણી કરેલ પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ના હોય જે સબંધે ફરિયાદી એ ટોલ ફ્રી -1064 ઉપર સંપર્ક કરતા લાંચ ના છટકાનું આયોજન એચ.પી.કરેણ પોલીસ ઇન્સ્પેકટર, પંચમહાલ એ.સી.બી. પો.સ્ટે. , ગોધરા તથા ટીમ દ્વારા બી.એમ.પટેલ મદદનીશ નિયામક, એ.સી.બી., પંચમહાલ એકમ, ગોધરા ના સુપરવિઝન હેઠળ કરેલ જે લાંચ ના છટકા દરમિયાન આરોપી એ એ કોઈ પણ પ્રકારની પહોંચ આપ્યા વગર રૂ.400/- લાંચના નાણાંની માગણી કરી સ્વીકારી પકડાઈ જઇ ગુનો કરેલ જે આધારે એસીબી પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.





