BANASKANTHAGUJARATPALANPUR

કલેકટરશ્રી મિહિર પટેલની આગેવાની હેઠળ બનાસકાંઠામાં વરસાદ બાદ રાહત કાર્યમાં વહીવટી તંત્ર અગ્રેસર

11 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

સરહદી તાલુકાઓમાં ખોરાક-પાણીની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ.અસરગ્રસ્ત વિસ્તારમાં ૨ લાખથી વધુ ફૂડ પેકેટ અને પાણીની બોટલ વિતરણ બાદ આજે ફરી ૨ લાખ પેકેટ અને પાણીનું વિતરણ.બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલ વિસ્તારમાં જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની આગેવાની હેઠળ વહીવટી તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામાં આવી રહી છે. કલેક્ટરશ્રીના વડપણ હેઠળ વહીવટી તંત્ર દ્વારા કુલ ૧.૫૦ લાખ ફૂડ પેકેટ તથા ૧ લાખ પાણીની બોટલ અસરગ્રસ્ત વિસ્તારમાં વિતરણ કરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર અને બનાસ ડેરીના સહયોગથી આ ફૂડ પેકેટ તૈયાર કરાયા છે. ફૂડ પેકેટમાં સુખડી, ચવાણું, પાપડી, ગાંઠિયા સહિતનો સૂકો નાસ્તો પેક કરવામાં આવ્યો છે. વરસાદમાં ફસાયેલા જરૂરિયાતમંદ લોકોને આ ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ધાનેરા પ્રાંત અધિકારીશ્રી કે.આર.ઉનડકટે જણાવ્યું કે, સરકારશ્રી અને કલેક્ટરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ અસરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગઇકાલે ૨ લાખથી વધુ ફૂડ પેકેટ અને પાણીની બોટલ વિતરણ કરાઈ છે અને આજે પણ વધુ ૨ લાખ ફૂડ પેકેટ અને પાણીની બોટલ વિતરણ કરવાની કામગીરી ચાલુ છે. આજે સુઈગામ તાલુકાના કણોઠી, લીંબાડા, મમાણા, કરોટી, સુઈગામ સહિતના વિસ્તારમાં ફૂડ પેકેટ અને પાણીની બોટલ વિતરણ કરવામાં આવી રહી છે. જે વિસ્તારમાં વરસાદી પાણી ઓછું થયું છે ત્યાં ટેન્કર દ્વારા પાણી આપવાની વ્યવસ્થા પણ કરાઈ છે.

Back to top button
error: Content is protected !!