નવસારી મહાનગરપાલિકા દ્વારા ફાયર NOC મેળવવા અને સમયસર રીન્યૂલ કરાવવા જાહેર જનતાને સૂચના…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા જાહેર જનતાને જાણવાનું કે, ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ સેફ્ટી મેજર એક્ટ ૨૦૧૩ અન્વયે, તમામ મકાન માલિકો તથા -ઇમારતના ઉપયોગકર્તાઓએ પોતાની મિલકતમાં અગ્નિ સુરક્ષા સાધનો ઉપલબ્ધ અને કાર્યક્ષમ સ્થિતિમાં રાખવા ફરજિયાત છે. તેમજ જે જગ્યા માટે ફાયર NOC લેવી ફરજિયાત હોય, ત્યાં ફાયર NOC (ફાયર સેફ્ટી સર્ટીફિકેટ) મેળવવું તથા સમયસર તેનું રીન્યૂ કરાવવું જરૂરી છે. આ નિયમોનું પાલન ન કરનાર સામે નવસારી મહાનગરપાલિકા દ્વારા આવનાર ભવિષ્યમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. નવસારી મહાનગરપાલિકા દ્વારા જણાવ્યું જાય છે કે, જે મિલકોમાં ફાયર NOC લીધું ન હોય અથવા તેનું રીન્યૂલ કરાયું ન હોય, તેવા સ્થળોએ પાણી તથા વીજળીના જોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત કાયદા મુજબ એ મિલકતોનો ઉપયોગ પણ બંધ કરવામાં આવી શકે છે. જેના માટેની સંપૂર્ણ જવાબદારી માલિક કે વપરાશકર્તાની રહેશે. ફાયર NOC મેળવવા અથવા તેનું રીન્યૂલ કરાવવા માટે રાજ્ય સરકારના વેબપોર્ટલ. https://GujFireSafetyCop.in. પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ વિગતો માટે નવસારી ફાયર સ્ટેશન (દુધિયા તળાવ) નો સંપર્ક કરવા વિનંતી છે.




