MALIYA (Miyana :માળીયા (મી.) ભાવપર ગામના તળાવની પાળે જુગાર રમતા ૫ ઇસમોને ઝડપ્યા

MALIYA (Miyana :માળીયા (મી.) ભાવપર ગામના તળાવની પાળે જુગાર રમતા ૫ ઇસમોને ઝડપ્યા
માળીયા મીયાણા:સરહદી રેન્જ ભુજ પોલીસ મહાનિરીક્ષકશ્રી, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી (મોરબી વિભાગ) દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે હાથ ધરાયેલી ખાસ ડ્રાઇવ અંતર્ગત માળીયા મીયાણા પોલીસને મોટી સફળતા મળી છે. માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે ભાવપર ગામના તળાવની પાળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૫ ઇસમોને ઝડપી લીધા છે.
પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ભાવપર ગામના તળાવની પાળ ઉપર ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ગંજીપના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર સફળ રેઇડ કરીને પાંચેય આરોપીઓને રમુજી રમતા રંગેહાથ ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓ – ૧. મુસ્તાકભાઈ હાસમભાઇ સુમરા (ઉ.વ.૨૮, ધંધો: ડ્રાઇવિંગ, રહે. માણેકવાડા, તા.જી. મોરબી) ૨. મશરૂભાઇ સિંધાભાઇ વેસરા (ઉ.વ.૫૦, ધંધો: પશુપાલન, રહે. ભાવપર, તા. માળીયા મી.) ૩. ચંદુભા જિલુભા જાદવ (ઉ.વ.૪૯, ધંધો: મજૂરી, રહે. ભાવપર, તા. માળીયા મી.) ૪. યુનુસભાઇ અબ્દુલભાઇ રાઉમા (ઉ.વ.૫૫, ધંધો: ડ્રાઇવિંગ, રહે. ભાવપર, તા. માળીયા મી.) ૫. ઉપેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા (ઉ.વ.૨૬, ધંધો: ખેતી, રહે. ભાવપર, તા. માળીયા મી.) કબ્જે કરાયેલ મુદ્દામાલ: રોકડ રકમ: રૂ. ૧૧,૩૨૦/- ગંજીપતાના પાના: ૫૨ નંગ આ કામગીરી માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી છે અને આરોપીઓ સામે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.








