BANASKANTHAGUJARATPALANPUR

સરદારકૃષિનગર ખાતે “સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ સંવાદ” સેમિનારનું સફળ આયોજન કરાયું

11 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે નાબાર્ડ પુરસ્કૃત રૂરલ બિઝનેસ ઇન્ક્યુબેશન સેન્ટર (RBIC) દ્વારા “સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ સંવાદ” સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો હેતુ યુવાનોમાં સ્ટાર્ટઅપ અંગે જાગૃતિ લાવવાનો અને ઉદ્યોગસાહસિકતાની દિશામાં પ્રેરિત કરવાનો હતો. આ કાર્યક્રમ દરમિયાન RBIC સાથે સંકળાયેલા સફળ સ્ટાર્ટઅપ્સ દ્વારા વિદ્યાર્થીઓને પોતાના વિચારને વ્યવસાયમાં રૂપાંતરિત કરવાની પ્રેરણા તેમજ સ્ટાર્ટઅપના વિવિધ પાસાઓ જેમ કે બિઝનેસ પ્લાનિંગ, આઈડિયા જનરેશન, નાણાકીય સ્ત્રોતોની ઉપલબ્ધતા વગેરે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ભારતીય ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાન ગાંધીનગરના તજજ્ઞોએ વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમનું સફળ આયોજન માનનીય કુલપતિ ડૉ. આર.એમ. ચૌહાણના પ્રેરણાથી અને ડૉ. સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ યશ જે. પઢિયાર (CEO, SDAU-RBIC) અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ડૉ. કે.પી. ઠાકર (DSW, SDAU) દ્વારા પ્રેરણાદાયક ભાષણ આપવામાં આવ્યું હતું. જ્યારે હેતલ પાઠક (Gujarat Agro) દ્વારા એક્સપર્ટ સેશનનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના આચાર્યશ્રીઓ, પ્રાધ્યાપકગણ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.નાબાર્ડ પુરસ્કૃત SDAU-RBIC નવીન સ્ટાર્ટઅપ્સ તથા વિદ્યાર્થીઓને માર્ગદર્શન, સંશોધન સહયોગ અને સ્ટાર્ટઅપ વિકાસ માટે હંમેશા કટિબદ્ધ છે.

Back to top button
error: Content is protected !!