શ્રી બ્રમ્હાનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર- જૂનાગઢ અને નેશનલ કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં નેશનલ સાયન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્વોન્ટમ તુગની શરૂઆતની સંભાવનાઓ અને પડકારો અંતર્ગત થીમ રાખવામાં આવી હતી.આ સેમિનારમાં શાપુર ગ્રામ પંચાયત સંચાલિત શ્રી જવાહર વિનય મંદિરના ધોરણ ૧૦ ના વિધાર્થી કૃણાલ જે. મકવાણાએ ટોપ 5 માં સ્થાન મેળવ્યું છે. તેની સિદ્ધિ બદલ શાળાના આચાર્ય શ્રી ડો.વી.વી.પરમાર, અને સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ