GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN
સુરેન્દ્રનગર મનપા દ્વારા નવા સમાવિષ્ટ ગામોમાં LED સ્ટ્રીટ લાઈટોની નાખવાના કાર્યનો પ્રારંભ
તા.12/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા નવા સમાવિષ્ટ પાંચ ગામોના વિકાસ અને નાગરિકોની સુવિધા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે અન્વયે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા મૂળચંદ ગામમાં આધુનિક એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઈટોની નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે આ પહેલ હેઠળ મહાનગર પાલિકામાં સમાવિષ્ટ દરેક ગામમાં લગભગ 150 નવી એલ.ઈ.ડી. લાઈટો નાખવામાં આવશે જેનો લાભ ગામના નાગરિકોને પ્રકાશિત અને સુરક્ષિત વાતાવરણના રૂપમાં મળશે આગામી દિવસોમાં બાકીના ગામોમાં પણ આ લાઈટોની નાખવાનું કામ ઝડપથી હાથ ધરવામાં આવશે આ પ્રોજેક્ટ દ્વારા ગામોના માળખાગત વિકાસને વેગ મળશે અને રાત્રિના સમયે નાગરિકોની સુરક્ષા અને સુવિધામાં વધારો થશે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નાગરિકોની સુખાકારી અને વિકાસ માટે કટિબદ્ધ છે અને આ દિશામાં સતત પ્રયત્નશીલ છે.