અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
શામળાજી પોલીસે અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ નંગ-૩૮૯ સાથે કિ.રૂ.૬૩,૪૦,૮૦૦/- નો પ્રોહી મુદ્દામાલ સાથે 1 આરોપી ઝડપી પાડ્યો
શામળાજી પોલીસે અશોક લેલેન્ડ કંપનીની ટ્રક ગાડી નંબર. MH-12-NX-1023નીમાં આર.આર કેબલ લીમીટેડ કંપનીનો ઇલેક્ટ્રીક સામાન ભરેલ ખાખી બોક્ષોની આડમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ નંગ-૩૮૯ કુલ બોટલ/કવાટર નંગ-૮૧૨૪ કિ.રૂ.૬૩,૪૦,૮૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા હેરાફેરીમાં વપરાયેલ ટ્રક ગાડી તેમજ અન્ય મુદ્દામાલ મળી કૂલ કિંમત રૂ.૧,૦૦,૨૧,૭૫૩/- નો મુદ્દામાલ પકડવામાં સફળતા મેળવી..”
શામળાજી પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો સાથે અણસોલ પોલીસ ચેક પોસ્ટ ખાતે ગુજરાતમાં દારૂનો પ્રવેશ ન થાય તે સારૂ રાજસ્થાન તરફથી આવતા શકમંદ નાના તેમજ મોટા વાહનોનું ચેકીંગ કરતા હતા તે દરમ્યાન પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી.ડીંડોરનાઓને બાતમીદાર રાહે હકીકત મળેલ કે, અશોક લેલેન્ડ કંપનીની ટ્રક ગાડી નંબર. MH-12-NX-1023નીમાં તેનો ચાલક ઇલેક્ટ્રીક સામાનની આડમાં વિદેશી દારૂ ભરી યમુનાનગર હરીયાણાથી અમદાવાદ તરફ જનાર છે જે બાતમી હકીકત આધારે ટ્રક ગાડીની વોચ તપાસમાં હતા તે દરમ્યાન અશોક લેલેન્ડ કંપનીની ટ્રક ગાડી નંબર. MH-12-NX-1023ની આવતા સદરી ટ્રક ગાડીના ચાલકને બેરેકેટીંગની આડાસ તથા હાથથી ઈશારો કરી ઉભી રખાવી સદર ટ્રક ગાડીમાં ચાલક બેસેલ હોય ટ્રક ગાડીમાંથી નીચે ઉતારી નામઠામ પુછતા પોતે પોતાનું નામ ઘંમડારામ સ/ઓ ભોમારામ ઇસરારામ જાતે ગોદારા (જાટ) ઉ.વ.૨૫ રહે.ખૂડલા તા.ગુડામાલાની જિ.બાડમેર રાજસ્થાન થાના-ગુડામાલાનીનો હોવાનું જણાવતા સદરી ટ્રક ગાડીમાં ટ્રક ગાડીના ચાલકને ટ્રકગાડીમાં શું ભરેલ છે તે બાબતે પુછતા ટ્રક ગાડીમાં ઇલેક્ટ્રીક સામાનના બોક્ષો ભરેલ છે. અને અમદાવાદ આપવાનો હોવાનું જણાવેલ પરંતું સદરી ટ્રક ગાડીમાં વિદેશી દારૂ ભરેલ હોવાની બાતમી હકીકત હોય ટ્રક ગાડીની પાછળની બોડીના ભાગે શીલ લોક લગાડેલ હોય જે શીલ લોક તોડી ટ્રક ગાડીમાં તપાસ કરતાં ટ્રકગાડીમાં આર.આર. કેબલ લીમીટેડ કંપનીનો ઈલેક્ટ્રીક સામાન ભરેલાના બોક્ષો ની આડાસમાં વિદેશી દારૂની પેટીઓ ભરેલ હોય જે ગણી જોતા ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ નંગ-૩૮૯ કુલ બોટલ/કક્વાટર નંગ-૮૧૨૪ કિ.રૂ.૬૩,૪૦,૮૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ જેની કિ.રૂ.૫,૦૦૦/- તથા અશોક લેલેન્ડ કંપનીની ટ્રક ગાડી નંબર. MH-12-NX-1023કિ.રૂ.૨૦,૦૦,૦૦૦/-તથા ટ્રક ગાડીમાં ભરેલ આર.આર કેબલ લીમીટેડ કંપનીનો ઇલેક્ટ્રીક સામાન ભરેલ ખાખી બોક્ષો જેની બિલ્ટી મુજબ કિં.રૂ.૧૬,૭૫,૯૫૩/- તથા આર.આર કેબલ લીમીટેડ કંપનીનો ઇલેક્ટ્રીક સામાનની બિલ્ટી કિ.રૂ.૦૦/૦૦ ની ગણી મળી કુલ કિ.રૂ. ૧,૦૦,૨૧,૭૫૩/- નો મુદામાલ કબ્જે કરી ટ્રક ગાડી ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ :
(૧) ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ નંગ-૩૮૯ કુલ બોટલ/ક્વાટર નંગ-૮૧૨૪ કિ.રૂ.૬૩,૪૦,૮૦૦/-
(૨)મોબાઇલ ફોન નંગ-૧ જેની કિ.રૂ.૫૦૦૦/-
(૩) અશોક લેલેન્ડ કંપનીની ટ્રક ગાડી નંબર. MH-12-NX-1023 કિ.રૂ.૨૦,૦૦,૦૦૦/-
(૪) આર.આર કેબલ લીમીટેડ કંપનીનો ઈલેક્ટ્રીક સામાન ભરેલ ખાખી બોક્ષો જેની બિલ્ટી મુજબ કિં.રૂ.૧૬,૭૫,૯૫૩/-
(૫) આર.આર કેબલ લીમીટેડ કંપનીનો ઇલેક્ટ્રીક સામાનની બિલ્ટી કિ.રૂ.૦૦/૦૦
> પકડાયેલઆરોપી :
(૧) ઘંમડારામ સ/ઓ ભોમારામ ઇસરારામ જાતે ગોદારા (જાટ) ઉ.વ.૨૫ રહે. ખુડલા તા.ગુડામાલાની જિ.બાડમેર રાજસ્થાન થાના-ગુડામાલાની