ડેડીયાપાડા – ખેડીપાડા ગામે થી બસ માંથી ડીઝલ ની ચોરી કરનાર ચાર લોકો ની પોલીસ સે ધરપકડ કરી
તાહિર મેમણ – ડેડીયાપાડા – 12/11/2025 – ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારનાbખેડીપાડાગ્રામ પંચાયત ખાતે સરકારીબસનંબર-GJ-18-2-4934 નાઈટ હોલ્ટહતી તે વખતે કોઇ અજાણ્યો ચોર ઇસમોએ સરકારી બસમાંથી આશરે ડીઝલ લીટર ૨૦૦ કિ.રૂ.૧૭,૧૦૦/- નો મુદ્દામાલ ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોઇ જે બાબતે ડેડીયાપાડા પો.સ્ટે. મુજબનો જાહેર થયેલ હતો. સદરહું ગુનો અનડીટેક્ટ રહેલ હોય જે ગુનાને ડીટેક્ટ કરી આરોપીઓઓ શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા માર્ગદર્શન હેઠળ શ પી.જે.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, ડેડીયાપાડા પોલીસ સ્ટેશન નર્મદાનાઓએ તાબાના પોલીસ માણસોને આરોપીઓ પકડી પાડવા જરૂરીસુચનાઓ તેમજ માર્ગદર્શન આપેલ અને પોલીસ માણસોની સાથે રહી આરોપીઓને શોધી કાઢીગુનો ડીટેક્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવેલ હતી અને મોબાઈલ લોકેશન આધારે તેમજશંકાસ્પદ જણાતા ઇસમોની અલગ યાદી બનાવી, શંકાસ્પદ ઇસમોની અલગ અલગ વ્યકતિગતતેમજ હ્યુમન સોર્સીસ આધારે સઘન પુછપરછ કરવામાં આવેલ જે દરમ્યાન અંગત બાતમીદારથકી બાતમી હકીકત મળેલ કે, રવિન્દ્રભાઇ ચેતનભાઇ વસાવા રહે.ઝાંક,સોરા ફળીયુ તા.ડેડીયાપાડાજી.નર્મદાનાઓના ઘરે મોટા પ્રમાણમાં ડિઝલ હોવાની હકીકત મળતા સદર ઇશમના ઘરે જઇતપાસ કરતા સદર ઇશમ પોતાના ઘરે હાજર મળી આવેલ જેને સાથે રાખી તેઓના ઘરમા તપાસકરતા ડિઝલ મળી આવેલ હોઇ જે ડિઝલ બાબતે પુછપરછ કરતા સદર ઇશમે જણાવેલ કે, સદરડિઝલ મારા મિત્ર અશ્વિનભાઇ મણીલાલભાઇ વસાવા રહે.વાડવા તા.ડેડીયાપાડા જી.નર્મદા તથાકલ્પેશભાઇ ગનજીભાઇ વસાવા રહે.ચિકદા,નિશાળ ફળીયુ તા.ડેડીયાપાડા જી.નર્મદા તથા ભુપેંદ્રભાઇરમણભાઇ વસાવા રહે.કેલબાબદા તા.ડેડીયાપાડા જી.નર્મદા નાઓએ તા.૩૦/૦૮/૨૦૨૫ ના રોજખેડીપાડા ગામે ગ્રામપંચાયત ખાતે મુકેલ સરકારી બસ માથી ડીઝલ લીટર ૨૦૦ ની ચોરી કરીસ્વીફ્ટ ગાડીમા મુકી મને વેચી ગયેલ હોવાની હકીકત જણાવતા આરોપીને પકડી પાડી તેમજબાકીના તમામ આરોપીઓને પકડી પાડવા સારૂ ચોક્કસ બાતમી હકીકત તેમજ ટેકનીકલસર્વેલન્સના આધારે આરોપીઓને પકડી પાડી ગુના સબંધે પુછપરછ કરતા તેઓ તમામ પોતેસદર ગુનો કરેલ હોવાની કબુલાત કરતા હોઇ જે આરોપીઓને ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.