HALVAD:હળવદ ફેક્ટરીમાંથી અજાણ્યા ચોર ઈસમો 1.50 લાખના કેબલ વાયરની ચોરી કરી રફુચક્કર
HALVAD:હળવદ ફેક્ટરીમાંથી અજાણ્યા ચોર ઈસમો 1.50 લાખના કેબલ વાયરની ચોરી કરી રફુચક્કર
હળવદ જીઆઇડીસી પાસે વિકાસ જીનીંગ નામની ફેક્ટરીમાંથી અજાણ્યા બે ચોર ઈસમો આશરે ૫૦ જેટલા કેબલ વાયરના ટુકડા જેની અંદાજિત કિંમત રૂપિયા ૧,૫૦,૦૦૦ ના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયા હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ શહેર ડી.વી. પરખાણી સ્કૂલ પાસે કરાંચી કોલોનીમાં રહેતા અમીનભાઈ અલ્લારખાભાઈ કલાડીયા (ઉ.વ.૩૫) એ આરોપી કોઈ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે કોઇ અજાણ્યા બે ચોર ઇસમો હળવદ જી.આઇ.ડી.સી પાસે આવેલ વિકાસ જીનીંગ નામના કારખાનામાં આવેલ ઇલેક્ટ્રીક રૂમમાં પેનલ બોર્ડ થી અલગ અલગ ઇલેક્ટ્રીક મોટર સુધી જતા આશરે ૩૫ થી ૪૦ ફુટ લંબાઇના આશરે ૫૦ જેટલા કેબલ વાયરના ટુકડાઓ જેની અંદાજીત કિમત રૂપિયા ૧,૫૦,૦૦૦/- ના કેબલ વાયર કાપી ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.