BANASKANTHAPALANPUR

સાયન્સ અને કોમર્સ કોલેજ,પાલનપુર ખાતે HIV એઇડ્સ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

13 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર ખાતે કાર્યરત એન એસ એસ. યુનિટ તથા ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટીના રેડ રિબન ક્લબના સંયુક્ત ઉપક્રમે HIV એઇડ્સ અંગે યુવાનોમાં જાગૃતિ લાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રેડ રિબન ક્લબ તરફથી આવેલ શ્રી વસંતભાઈ લિંબાચિયા તથા સંસ્થા ના પ્રિન્સિપાલશ્રી ડૉ. વાય. બી. ડબગર દ્વારા HIV એઇડ્સ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી આ સાથે જ તેને અટકાવવાની રીતો, સંક્રમણના માર્ગો તથા સમાજમાં ફેલાયેલ ભ્રમને દૂર કરવાની દિશામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રથમ ભાગમાં વ્યાખ્યાન દ્વારા માહિતગાર કર્યા બાદ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાઈઓ તથા બહેનો માંથી અલગ અલગ પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા તથા તે પૈકીના બંને પ્રથમ ક્રમાંકે આવેલા વિજેતા ને રાજ્યકક્ષાએ ભાગ લેવા માટે ઉત્સાહિત કરવામાં આવ્યા હતા. તમામ વિજેતા ને ઇનામ તથા સર્ટિફિકેટ અને ભાગ લેનાર તમામને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન NSS પ્રોગ્રામ ઓફિસર પ્રો. આર. ડી. વરસાત તથા ડૉ.અમી પટેલ દ્વારા સંસ્થાના પ્રિન્સિપાલશ્રીના માર્ગદર્શન હેઠળ તથા રેડ રિબન ક્લબની સમગ્ર ટીમ ના સહકારથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 130 કરતાં વધુ વિદ્યાર્થીઓએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!