GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસે લીમખેડા પોલીસ સ્ટેશન નાં છેલ્લા એકાદ વર્ષ થી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો.

 

તારીખ ૧૩/૦૯/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

જીલ્લા ના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જીલ્લામાં અસામાજિક પ્રોહીબીશનની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ તપાસ રાખી જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા તથા આવા ઈસમો વિરૂધ્ધ કેસો કરવા સુચના આપેલ હોય જે આધારે પ્રોહીબીશનની વધુ માં વધુ નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે આધારે કાલોલ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ તથા સર્વેલન્સ સ્ટાફ નાં માણસો સાથે પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન ચોકકસ બાતમી હકિકત મળેલ કે, “એક સફેદ કલરની હુન્ડાઈ કંપની ની વર્ના ફોર વ્હીલ ગાડી નંબર જીજે-૦૧-KF-૦૯૦૧ માં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી લઇને બોરુ કેનાલ તરફથી પાંડુ તરફ જનાર છે તેવી બાતમી આધારે કાલોલ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે ઉપરોકત જગ્યાએ નાકાબંધી કરતા પ્રોહિ. મુદ્દામાલ પકડી પાડી ઉપરોકત ગાડી નાં ચાલક નું નામઠામ પૂછતાં વસીમ ઇલ્યાસ બદના રહેવાસી ગોધરા રહેમતનગર જી.ઈ.બી.ની સામે સુલેમાની મસ્જીદ પાસે ચિખોદરા નો હોય તેની પૂછપરછ કરતા લીમખેડા પો.સ્ટે ગુરનં.૭૯૨/૨૦૨૪ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઈ),૯૮(૨),૧૧૬(બી) માં છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતો હોય જેથી તેને અટક કરી લીમખેડા પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે.

Back to top button
error: Content is protected !!