નરેશપરમાર.કરજણ-
લાકોદરા નજીક થ્રી વ્હીલ ટેમ્પોમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી
લાકોદરા નજીક થ્રી વ્હીલ ટેમ્પોમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી.
વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર આવેલા કરજણના લાકોદરા ગામ નજીક ગતરોજ સાંજના સમયે એક થ્રી વીલર પતંગ ભરેલા લોડીંગ ટેમ્પોમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. ટેમ્પોમાં અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. જેની જાણ કરજણ ફાયર વિભાગ ને થતાં તાત્કાલિક ઘટના સ્થળ પર જઇને કરજણ ફાયર ટીમે પાણી મારી ને આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે જાનહાની ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.