BHARUCHNETRANG

નેત્રંગ : પીએમ શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવા ખાતે અસ્મિતા ખેલો ઈન્ડિયા પેંચક સિલાટ – 2025 સ્પર્ધાનું આયોજન…

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

પીએમ શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવા નેત્રંગ (ભરૂચ) ખાતે તા. 6 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન સફળતાપૂર્વક અસ્મિતા ખેલો ઈન્ડિયા પેંચક સિલાટ – 2025 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ બે દિવસીય સ્પર્ધામાં રાજ્યભરના આશરે 250થી વધુ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખેલાડીઓએ ઉત્તમ રમતકૌશલ્યનું પ્રદર્શન કરી રમતમાં લગન, શિસ્ત અને કઠોર મહેનતના મૂલ્યોને ઉજાગર કર્યા હતા.

 

પીએમ શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવાના આચાર્ય રંજનબેન વસાવા તેમજ આયોજકો તથા તમામ અધિકારીઓના સુચારુ સંકલનથી સ્પર્ધાનું આયોજન અત્યંત સફળ અને યાદગાર રહ્યું હતું. ખેલાડીઓ, કોચ, અધિકારીઓ તેમજ સ્વયંસેવકોના સહકારથી સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન કરવામાં આવ્યો હતો.

 

અસ્મિતા ખેલો ઈન્ડિયા પેંચક સિલાટ લીગ – 2025 દ્વારા ભરૂચ જિલ્લામાં રમતગમતના વિકાસને નવી ઊર્જા પ્રાપ્ત થઈ છે તથા યુવાનોમાં રમત પ્રત્યેનો ઉત્સાહ વધ્યો છે.

Back to top button
error: Content is protected !!