સાવરકુંડલા વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ નિઃશુલ્ક આરોગ્ય મંદિરને ધન્વંતરી સન્માન 2025 એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો.
ફોટો / વિડીયો.- અમિતગીરી ગોસ્વામી જર્નાલીસ્ટ સાવરકુંડલા
સાવરકુંડલા વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ નિઃશુલ્ક આરોગ્ય મંદિરને ધન્વંતરી સન્માન 2025 એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો.
10 વર્ષમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત રાજ્યના 23 લાખ લોકોએ આરોગ્ય સેવાનો નિઃશુલ્ક લાભ લીધો.
સાવરકુંડલા ખાતે વિધાગુરૂ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ નિઃશુલ્ક આરોગ્ય મંદીર ખાતે દરરોજ હજારો દર્દીઓ વિનામૂલ્યે આરોગ્યલક્ષી સારવારો મેળવી રહ્યાછે જે સેવાને માટે અમદાવાદ ખાતે વી ટીવી ન્યૂઝ હેલ્થ કૉક્લેવ તથા ધનવંતરી સન્માન સમારોહ 2025 યોજાયેલ આ અનોખા કાર્યક્રમમાં ગુજરાતની ઘણી બધી હોસ્પિટલ નોમિનેટ થયેલ પરંતુ અંતે કુલ 9 સેવાકીય હોસ્પિટલની એવોર્ડ માટે પસંદગી થયેલ સમગ્ર સૌરાષ્ટ્ર માંથી એકમાત્ર લલ્લુભાઈ શેઠ નિઃશુલ્ક આરોગ્ય મંદિરની પસંદગી થયેલ જેમાં આરોગ્ય મંદિરની એક સુંદર અને નિસ્વાર્થ સેવાને બિરદાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી અને ત્યારબાદ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા અમદાવાદના ખ્યાતનામ કાર્ડિયોલોજિસ્ટ અને પદ્મભૂષણ ડોક્ટર તેજસ પટેલ ના વરદ હસ્તે ધન્વંતરી સન્માન 2025 એવોર્ડ એનાયત કરવામાં આવ્યું આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે તેમના વક્તવ્યમાં આરોગ્ય મંદિરની સેવાને સુંદર શબ્દોથી બિરદાવ્યા હતા સાવરકુંડલા ખાતે આરોગ્ય મંદિર છેલ્લા 10 વર્ષથી સતત સેવાકાર્યમાં અગ્રેસર રહ્યુંછે અને આજ સુધી 23 લાખથી વધુ દર્દીનારાયણોને નિ:શુલ્ક સેવા મળી છે જેમાં સારવાર, નિદાન, ઓપરેશન, રહેવું અને જમવું, દવાઓ, રિપોર્ટ તમામ સુવિધાઓ સંપૂર્ણ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવીછે.
નિઃશુલ્ક આરોગ્ય મંદીર સંસ્થામાં હાલમાં 90 જેટલા મેડિકલ તથા 99 જેટલા નોન મેડિકલ સભ્યો સમર્પણ ભાવથી સેવા આપી રહ્યાછે સંસ્થાનો વ્યાપ માત્ર અમરેલી જિલ્લો જ નહિ પરંતુ મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી પણ દર્દીઓ સારવાર અર્થે આવતા રહેછે સમાજના દરેક વર્ગ માટે આશીર્વાદ સમાન આ સેવા કાર્ય દર્દીનારાયણોના જીવનમાં નવી આશા અને આરોગ્યનું પ્રકાશ ફેલાવતું રહ્યુંછે આ સફળતા અને સતત સેવાપ્રવાહ પાછળ પરમ પૂજ્ય મોરારીબાપુના આશીર્વાદ અને પ્રેરણા રહેલા છે જે સંસ્થાને નવી દિશા અને ઉર્જા પ્રદાન કરેછે ધન્વંતરી સન્માન માત્ર આરોગ્ય મંદિરનું નહીં પરંતુ દરેક સેવક, દાતા અને સહયોગીઓનું સામૂહિક ગૌરવ છે સંસ્થા ભવિષ્યમાં પણ આરોગ્ય સેવા ક્ષેત્રે વધુ સમર્પણ અને સેવાભાવથી આગળ વધતી રહેશે તેમ હોસ્પીટલના એડમિનિસ્ટ્રેશનડોક્ટર પ્રકાશ કટારીયા એ જણાવ્યું હતું.
ફોટો / વિડીયો.- અમિતગીરી ગોસ્વામી જર્નાલીસ્ટ સાવરકુંડલા