BHARUCHBHARUCH CITY / TALUKO
વાગરામાં ચોરોનો આતંક:ડેપો સર્કલ પાસે ત્રણ દુકાનોમાં ચોરીનો પ્રયાસ, એક દુકાનમાંથી રોકડની ચોરી
સમીર પટેલ, ભરૂચ
વાગરાના ડેપો સર્કલથી બચ્ચો કા ઘર તરફ જતા મુખ્ય માર્ગ પર તસ્કરોએ ત્રણ દુકાનોને નિશાન બનાવી છે. તસ્કરોએ એક મોબાઇલની દુકાનનું તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, અંદર બીજો લોક વાળો દરવાજો હોવાથી તેઓ સફળ થયા નહીં.
તસ્કરોએ ચિકન સેન્ટરની દુકાનમાં પાછળના ભાગેથી પતરું ખોલીને પ્રવેશ કર્યો હતો. આ દુકાનમાંથી હજારો રૂપિયાની મત્તાની ચોરી કરી હતી. ત્રીજી દુકાનમાં પણ તસ્કરોએ પાછળથી પતરું કાપીને પ્રવેશ કર્યો હતો. આ દુકાનમાંથી થયેલી ચોરીની વિગતો હજુ સામે આવી નથી, કારણ કે દુકાન માલિકો દ્વારા તપાસ ચાલુ છે. આ ઘટનાને કારણે સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ છે. વેપારીઓએ પોલીસ રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને આરોપીઓને વહેલી તકે પકડવાની માંગ કરી છે.