અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા : ૩૧ પોલીસ કર્મચારીઓના બાળકોને અભ્યાસ કરવા પ્રોત્સાહન મળે તે આશયથી પોલીસ હેડ ક્વાટર્સ ખાતે સુંદર આયોજન
અરવલ્લી જીલ્લા ખાતે ફરજ બજાવતા અધિકારી/કર્મચારી તેમજ સિવિલીયન સ્ટાફના કર્મચારીઓના બાળકોને વર્ષ- ૨૦૨૪-૨૫ માંં સારા ગુણ મેળવેલ હોય તેવા બાળકોને વધુ અભ્યાસ કરવા પ્રોત્સાહન મળે તે આશયથી પોલીસ હેડક્વાર્ટર ખાતે માનનીય પોલીસ અધિક્ષક અરવલ્લી મોડાસા નાઓના વરદ હસ્તે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. જે કાર્યક્રમમાં જીલ્લામાંથી કુલ ૩૧ પોલીસ કર્મચારીઓના બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે ચેક આપવામાં આવ્યા.પોલીસ અધિક્ષક દ્વારા બાળકોને આવનાર ભવિષ્યમાં વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી.