શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આર્ટ્સ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કોલેજ પાલનપુર ખાતે સર્ટીફીકેટ વિતરણ કાયૅક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું
3 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ગુજરાત રાજ્ય યોગ બોડૅના અંતગૅત અને શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આર્ટ્સ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કોલેજ પાલનપુર ખાતે સર્ટીફીકેટ વિતરણ કાયૅક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું” ગુજરાત રાજ્ય યોગ બોડૅ અંતગૅત 7 વર્ષથી 15 વર્ષના બાળકોનો સમર યોગ કેમ્પનું આયોજન આદર્શ કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોડૅના ચેરમેનશ્રી યોગ સેવક શીશપાલ સાહેબના પ્રેરણા હેઠળ અને ઝોન કૉ.ઓડિનેટરશ્રી અજીતભાઈના માગૅદશૅન હેઠળ સમર કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું.સમર યોગ કેમ્પના અંતે બાળકોને સર્ટીફીકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સર્ટીફીકેટ વિતરણ પ્રસંગે એન.પી.પટેલ આર્ટ્સ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કોલેજના દાતાશ્રી પ્રકાશભાઈ, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી ફલજીભાઈ, કારોબારી સભ્યશ્રી હરેશભાઈ, કોલેજના આચાયૉશ્રી ડૉ.મનીષાબેન ઉપસ્થિત રહી કાયૅક્રમની શોભા વધારી હતી. અને આમંત્રિત મહેમાશ્રીઓએ બાળકોને પ્રસંગેને અનુરૂપ ઉદબોધન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાત રાજ્ય યોગ બોડૅના બનાસકાંઠા જિલ્લાના કૉ.ઓડિનેટરશ્રી નીતાબેન ઠાકોરના માગૅદશૅન હેઠળ સમર કેમ્પના સંચાલન દિપ્તીબેન, પ્રિયંકાબેન અને પારજીભાઈએ કર્યું હતું.સટીફીકેટ વિતરણ પ્રસંગે યોગ ટ્રેનર અચૅનાબેન અને રવિભાઈ સમગ્ર કાર્યક્રમ દરમિયાન હાજરી આપી હતી. આદર્શ કેમ્પસમાં સમર યોગ કેમ્પને સફળ બનાવવા માટે બનાસકાંઠાની ગુજરાત રાજ્ય યોગ બોડૅની યોગ કોચ અને ટ્રેનરની સમગ્ર ટીમે પોતાનો સાથ સહકારથી આપી સમર યોગ કેમ્પને સફળ બનાવવા અથાગ પ્રયત્નો કર્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોડૅની સમગ્ર યોગ કોચ અને ટ્રેનરનો સાથ સહકાર મળવા બદલ સંસ્થા પરીવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.