પીપલોદ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાથી વંચિત લાભાર્થીનો પત્રકારે સમાચાર પ્રસિદ્ધ કરતા સરપંચે કર્યો પત્રકાર ઉરપ હુમલો
તા.૧૩.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Piplod:પીપલોદ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાથી વંચિત લાભાર્થીનો પત્રકારે સમાચાર પ્રસિદ્ધ કરતા સરપંચે કર્યો પત્રકાર ઉરપ હુમલો
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે. પીપલોદ ગ્રામ પંચાયતના સરપંચ બાબુભાઈ ફુલાભાઈ પટેલ દ્વારા પત્રકાર વિપુલકુમાર બારીયાને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે.મળતી માહિતી મુજબ, બે દિવસ પહેલાં પત્રકાર વિપુલકુમાર બારીયાએ એક ગરીબ પરિવારનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કપાઈ જતા તે ગરીબ પરિવારને ન્યાય મળી રહે તે માટે સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા. આ સમાચારને કારણે સરપંચ નારાજ થઈ ગયા હતા અને ગુસ્સાના ભરડામાં આવી પત્રકારને જીવથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી.આ બનાવ બાદ સમગ્ર પત્રકાર વર્ગમાં ભારે આક્રોશ ફેલાયો છે. પત્રકાર સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. પત્રકાર વિપુલકુમાર બારીયાએ આજરોજ પિપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવીને સરપંચ બાબુભાઈ ફુલાભાઈ પટેલ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે પત્રકાર સંઘ તથા સ્થાનિક જનતાએ પણ આ બનાવની નિંદા કરી તાત્કાલિક ન્યાય અપાવવાની માગણી ઉઠાવી છે.