GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસ સ્ટેશન ખાતે ગણેશોત્‍સવ અને ઈદેમિલાદ ને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું.

 

તારીખ ૨૭/૦૮/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકામાં આગામી ઈદેમિલાદ અને ગણેશોત્‍સવ ની ઉજવણી કોમી અને એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ સાથે પીએસઆઇ ભાવેશકુમાર કટારીયા અને કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા ની ઉપસ્થિતિ વચ્ચે કાલોલ જુમ્મા મસ્જીદના ઇમામ મોલાના સીબતૈનરઝા અશરફી સાથે નગરપાલિકાના પુર્વ પ્રમુખ ગોપાલભાઈ પંચાલ નગરપાલિકાના સભ્યો સમાજના બુદ્ધિજીવી નાગરિકો અને વિવિધ સમાજના આગેવાનો સાથે કાલોલ પોલીસ સ્ટેશન ખાતે બેઠક ગતરોજ મોડી સાંજે યોજાઇ હતી.તેમણે સમાજના આગેવાનોને બન્ને પર્વની ઊજવણી શાંતિપુર્ણ માહૌલમાં થાય અને કોઇની લાગણી ન દુભાય માટે તમામ કોમના લોકોને અનુરોધ કર્યો હતો.આગામી દિવસોમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મના બે મહા પર્વ ઈદેમિલાદનુ ઝુલુસ ૦૫/૦૯/૨૦૨૫ રોજ હોય મુસ્લીમ બિરાદરો મનાવશે જ્યારે એક દિવસના અંતરાલ બાદ તારીખ ૦૬/૦૯/૨૦૨૫ રોજ ગણેશ વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવશે.આ બન્ને પર્વની ઉજવણી શાંતિપુર્ણ રીતે થાય તે માટે સમાજના આગેવાનોએ તમામ કાળજી રાખવાની રહેશે.જેને અનુલક્ષીને કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ એ જણાવ્‍યું હતું કે,ગણેશોત્‍સવ અને ઈદેમિલાદ પર્વ દરમિયાન કોઇ કોમની લાગણી ન દુભાય તે માટે ખાસ તકેદારી રાખી આપણા ગામનો મેસેજ જીલ્લા લેવલે સારો જાય તે માટે નગર અને તાલુકામાં બન્ને સમાજ શાંતિપૂર્ણ રીતે ગણેશ મહોત્સવ અને ઈદેમિલાદ પર્વ ઉજવવા પીઆઇ આરડી ભરવાડે અપીલ કરી હતી જ્યાં કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ભાવેશકુમાર કટારીયા અને નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા મિટિંગમાં હાજર બન્ને સમાજના આગેવાનોને કોમની લાગણી ન દુભાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવે તેવી અપીલ કરીને બન્ને સમાજના ગણેશજીની વિસર્જન યાત્રા અને ઈદેમિલાદનુ ઝુલુસ શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું.

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; hdrForward: 0; highlight: false; brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 39;
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; hdrForward: 0; highlight: false; brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 36;

 

Back to top button
error: Content is protected !!