MORBI:રક્ષાબંધને બહેનનો અનોખો ભાઈપ્રેમ: સાત સમુદ્ર પાર અમેરિકા રહેતા ભાઈની રક્ષા માટે મોરબી જલારામ ધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજાયો




MORBI:રક્ષાબંધને બહેનનો અનોખો ભાઈપ્રેમ: સાત સમુદ્ર પાર અમેરિકા રહેતા ભાઈની રક્ષા માટે મોરબી જલારામ ધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજાયો


મોરબી:પવિત્ર રક્ષાબંધનના પર્વ નિમિત્તે મોરબીના જલારામ ધામ ખાતે ભાઈ-બહેનના અમર પ્રેમ અને માનવસેવાનો એક સુંદર સંગમ જોવા મળ્યો હતો. સાત સમુદ્ર પાર અમેરિકા વસતા ભાઈની દીર્ઘાયુ અને રક્ષા માટે બહેને જલારામ ધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજીને રક્ષાબંધનની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.
વિવિધ પ્રકારની માનવસેવા માટે જાણીતા મોરબીના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે અને સાંજે સદાવ્રત દ્વારા જરૂરિયાતમંદોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચાલે છે. આ સેવાયજ્ઞમાં લેઉઆ પાટીદાર સમાજના અગ્રણી અને સરદાર પટેલ પાટીદાર સમાજ-ટંકારાના સ્થાપક પ્રમુખ કે.પી. ભાગીયા સાહેબના દીકરી ઉર્વશીબેન કીશનભાઈ ઠુમ્મર (રાજ બેંક) દ્વારા પોતાના અમેરિકા સ્થિત ભાઈ સુમિતભાઈની સુખ-સમૃદ્ધિ અને રક્ષા અર્થે સદાવ્રતમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બહેને ટેકનોલોજીના માધ્યમથી અમેરિકા રહેતા ભાઈને વિડીયો કોલ કરીને પૂજ્ય જલારામ બાપાના લાઈવ દર્શન પણ કરાવ્યા હતા. આ ધાર્મિક અને સેવાની પવિત્ર ક્ષણોમાં સુમિતભાઈના બહેન ઉર્વશીબેન, ભાણેજ તત્વકુમાર, માતા જયાબેન તથા પિતા કે.પી. ભાગીયા સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભાઈ-બહેનના પ્રેમ સાથે માનવસેવાને जोडતી આ પ્રેરણાદાયી ઉજવણી બદલ મોરબી જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, ભાવિનભાઈ ઘેલાણી, કિશોરભાઈ ચંડીભમર, રમણીકભાઈ ચંડીભમર, નિર્મિતભાઈ કક્કડ, અનિલભાઈ સોમૈયા, ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, પ્રવિણભાઈ કારીયા, નિરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, નરેન્દ્રભાઈ રાચ્છ, અનિલભાઈ ગોવાણી, અમિતભાઈ પોપટ, પપ્પુભાઈ ચંડીભમર, કિશોરભાઈ ઘેલાણી, સુનિલભાઈ પુજારા, અરવિંદભાઈ સોમૈયા, ભાવેશભાઈ બુદ્ધદેવ, સંજયભાઈ હિરાણી, હિતેશભાઈ જાની, સી.ડી. રામાવત, અશોકભાઈ જોશી, દિનેશભાઈ સોલંકી અને મનિષભાઈ પટેલ સહિતના આગેવાનો તથા સ્વયંસેવકોએ ભાગીયા પરિવારને શુભકામનાઓ પાઠવી હતી.


