GUJARATMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના સુસવાવ ગામે જાહેરમાં જુગાર રમતા ૮ ઇસમો ઝડપાયા 

 

HALVAD:હળવદના સુસવાવ ગામે જાહેરમાં જુગાર રમતા ૮ ઇસમો ઝડપાયા

 

સરહદી રેન્જ ભુજ પોલીસ મહાનિરીક્ષક, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક અને વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા આપેલી કડક સૂચનાના પગલે હળવદ પોલીસે સફળ કામગીરી પાર પાડી છે.

હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટરની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે સુસવાવ ગામ પાસે આવેલ વોકળામાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન જાહેરમાં જુગાર રમી રહેલા ૮ ઈસમોને રોકડા રૂા. ૪૧,૫૦૦/- ના મુદ્દામાલ સાથે રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઓ લખમણભાઈ રણછોડભાઈ માલકિયા (રહે. સુસવાવ, તા. હળવદ) દિવ્યેશભાઈ મનીષભાઈ માલકિયા (રહે. સુસવાવ, તા. હળવદ) રવજીભાઈ હમીરભાઈ રાઠોડ (રહે. સુસવાવ, તા. હળવદ) સબીરભાઈ ગુલામભાઈ ભટ્ટી (રહે. જંગરીવાસ, મોરબી દરવાજા પાસે, હળવદ) દિનમહમદ ગુલમામદ રાઉમા (રહે. સુસવાવ, તા. હળવદ) મેહુલભાઈ મનસુખભાઈ માલકિયા (રહે. સુસવાવ, તા. હળવદ) સુજલભાઈ નરેશભાઈ માલકિયા (રહે. સુસવાવ, તા. હળવદ) નરેશભાઈ ગોવિંદભાઈ માલકિયા (રહે. સુસવાવ, તા. હળવદ)આ સફળ કામગીરી હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર, પોલીસ સબ ઈન્સપેક્ટર તથા હળવદ પોલીસ સ્ટાફના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!