GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં શિક્ષણના લાભાર્થે દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન

MORBI:મોરબીમાં શિક્ષણના લાભાર્થે દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન

 

 

મોરબી ખાતે વર્ષ 1996 થી કાર્યરત ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન કરેલ છે. ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ 1 થી 8 સુધી પ્રાથમિક વિદ્યાલય હાલ કાર્યરત છે જેમાં ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. માધ્યમિક ધોરણ 9 અને 10 માટે આ વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં અભ્યાસ સાથે જવું પડતું હોય છે જેમાં ગરીબ હોવાથી ઘણી બધી તકલીફો અને મસ મોટી ફીનો સામનો કરવો પડતો હોય છે જેને ધ્યાને લઈ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માધ્યમિક શાળા શરૂ કરવાનું આયોજન વિચારેલ છે જેના ભાગરૂપે આશરે 65 થી 70 લાખ રૂપિયામાં નવા બિલ્ડીંગ નું નિર્માણ કરવામાં આવશે. જેના આર્થિક સહકારના ભાગરૂપે દ્રિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવ માં અનુસૂચિત જાતિની પિતા વગરની કન્યાઓને પ્રથમ પ્રાધ્યાન આપવામાં આવશે. આ તમામ કન્યાઓને દાતાઓના સહયોગથી સોના, ચાંદી, કપડા, કબાટ, શેટ્ટી, સહિત ઘરવખરીની તમામ સામગ્રીઓ આશરે 90 થી 100 આઈટમો કન્યાદાન સ્વરૂપે દાનમાં આપવામાં આવશે. આ સમૂહ લગ્ન ઉત્સવમાં થી વધેલા ભંડોળને નવા શિક્ષણ બિલ્ડિંગમાં ઉપયોગ કરવામાં આવશે.


સમૂહ લગ્નોત્સવમાં જોડાવા માંગતા યુગલમાં યુવતીઓની ઉંમર 18 વર્ષ પૂર્ણ અને યુવકની ઉંમર 21 વર્ષ પૂર્ણ હોય તેવા યુવકના માતા પિતાએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય, ભીમરાવ નગર, વિજય નગર પાસે, રોહીદાસ પરા મોરબી ખાતેથી સવારે 9 થી 12 વાગ્યા સુધીમાં યુવક યુવતીના આધાર કાર્ડ અને જન્મ પ્રમાણપત્ર સાથે રાખીને ફોર્મ મેળવવાના રહેશે.

ફોર્મ ભરવાની તારીખ 15/09/2025 થી 25/09/2025

ભરેલા ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ 05/10/2025

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ પૂર્વે પણ 15 કન્યાઓના પ્રથમ સમૂહ લગ્નોત્સવનું સફળ આયોજન કરી ચૂકેલ છે. જે આયોજનનું મુખ્ય હેતુ પિતા વગરના બાળકોને ફ્રીમાં શિક્ષણ આપવાનું હતું જેના કારણે હાલ ટ્રસ્ટ સંચાલિત શાળામાં સાત બાળકો વિનામૂલ્યે ફીએ અભ્યાસ કરી રહ્યા છે.ટ્રસ્ટના પ્રમુખ જમનાદાસભાઈ ટપુભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સમૂહ લગ્નોત્સવનું પ્રથમ લાભ પિતા વગરની કન્યાઓને આપવામાં આવશે ત્યારબાદ અનુસૂચિત જાતિના અન્ય ગરીબ પરિવારની કન્યાઓનો સમાવેશ કરવામાં આવશે. 11 કન્યાઓના આ દ્રિતીય સમુહ લગ્ન લગ્નોત્સવ આગામી તારીખ 23/11/2025 ના રોજ માંગસર સુદ ત્રીજને રવિવારના રોજ નિર્ધારિત કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટના મંત્રી શ્રી કેશવલાલ આર ચાવડાનો મોબાઈલ નંબર 9925801260 પર સંપર્ક કરવો.

Back to top button
error: Content is protected !!