BHUJGUJARATKUTCH

ભુજ બ્રહ્મ સમાજ સિનિયર સિટીઝન ક્લબ દ્વારા ધાર્મિક યાત્રા યોજવામાં આવી.

૮૦ જેટલા બ્રહ્મ વરિષ્ઠોએ વિવિધ સ્થળે દર્શનનો લાભ લીધો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૧૪ સપ્ટેમ્બર : બ્રહ્મ સમાજ સિનિયર સિટીઝન ક્લબ દ્વારા વડીલોની મોરબી અને આસપાસના ધાર્મિક સ્થળોની ધાર્મિક યાત્રા યોજાઈ હતી, જેમાં ૮૦ જેટલા બ્રહ્મ વરિષ્ઠોએ દર્શનનો લાભ લીધેલ હતો.એડવોકેટ એચ.એલ. અજાણી સાહેબ અને સમસ્ત સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટીના વડપણ નીચે વડીલોએ ભુજથી મોગલ ધામ, કટારીયા હનુમાનજી મંદિર, પરશુરામ ધામ, નિમ કરોલી બાબા મંદિર, રાજચંદ્ર આશ્રમ, રામબાઈ માં મંદિર, ત્રિમંદિર સહિતના સ્થળોના દર્શન કર્યા હતા. મોરબીના ડો.અનિલ મહેતા, હસુભાઈ પંડ્યા તથા ભુપતભાઈ પંડ્યાએ ભોજન પ્રસાદ અને સત્સંગ વ્યવસ્થા કરી હતી. ગીતાબેન જોશી, વૈશાલીબેન, હીનાબેન ગોર, અશ્વિન પંડયા, શરદ ઠાકર, વિનોદ ગોર, નરેન્દ્ર વ્યાસ, કામિનીબેન, ભાવિશાબેન, રાધિકાબેન ગોર, મદન ભટ્ટ, પ્રફુલ જોશી તથા ઉમેશ આચાર્યએ વ્યવસ્થા સંભાળી હતી. મોરબી બ્રહ્મ સમાજ, પરશુરામ ધામ હોદ્દેદારો, રસોઈ ઘરનો સ્ટાફ, ભુજની સર્વ સેવા સમિતિની બહેનોએ જહેમત ઉઠાવેલ હતી.

Back to top button
error: Content is protected !!