DAHODGUJARATLIMKHEDA

લીમખેડા પ્રગતિ ગર્લ્સ હાઇસ્કુલમાં હિન્દી દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

તા.૧૪.૦૯.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

સુરેશ પટેલ લીમખેડા

Limkheda:લીમખેડા પ્રગતિ ગર્લ્સ હાઇસ્કુલમાં હિન્દી દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

હિન્દી દિવસ (14 સપ્ટેમ્બર) ને અનુલક્ષીને માલપાણી પરિવાર દ્વારા લીમખેડા તાલુકામાં એક ભવ્ય હિન્દી ભાષા પ્રોત્સાહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન પ્રવિણભાઈ માલપાણી (આયોજક) અને પ્રગતિ સ્કૂલના શિક્ષક અમુલ ભાટીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક કાર્યક્રમનું આયોજન ઐરાવત માલપાણી દ્વારા તેમના દાદાજીની પ્રેરણાથી કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવું અને વિદ્યાર્થીઓમાં તેના પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.આ કાર્યક્રમમાં લીમખેડા તાલુકાની પ્રગતિ ગર્લ્સ હાઇસ્કૂલ, હસ્તેશ્વર હાઇસ્કૂલ, તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ અને નૂતન હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં હિન્દી વાર્તાલાપ પ્રતિયોગિતા, મુહાવરા વાતચીત પ્રતિયોગિતા, ચિત્ર સ્પર્ધા, નિબંધ પ્રતિયોગિતા અને જનરલ નોલેજ ક્વિઝ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓમાં ખૂબ જ ઉત્સાહ અને કૌશલ્ય દર્શાવ્યું હતું. કાર્યક્રમના અંતે વિજેતા વિદ્યાર્થીઓને ચંદ્રમોહન માલપાણી અને કિરણભાઈ માહેશ્વરીના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હિન્દી ભાષાના મહત્વ અને તેના વ્યાપક પ્રચારની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો. માલપાણી પરિવાર દ્વારા દર વર્ષે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેથી હિન્દી ભાષા, જે આપણી રાષ્ટ્રીય ભાષા છે, તેનો વધુને વધુ પ્રચાર અને પ્રસાર થાય.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને હિન્દી ભાષા પ્રત્યે ઉત્સાહિત કરવાનો અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો હતો. માલપાણી પરિવારના આ પ્રયાસને શાળાઓ અને વિદ્યાર્થીઓ તરફથી ખૂબ પ્રશંસા મળી હતી. આ કાર્યક્રમ હિન્દી ભાષાને લોકોના હૃદય સુધી પહોંચાડવામાં અને ખાસ કરીને યુવા પેઢીમાં તેના પ્રત્યે પ્રેમ જગાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

Back to top button
error: Content is protected !!