વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૪ સપ્ટેમ્બર : આર.આર.લાલન કોલેજ ભુજ ખાતે પીએમ-ઉષા પ્રોજેક્ટ’ના ઉપક્રમે સંશોધનમાં લેખન કૌશલ્ય વિકાસને લઈને રાજ્યકક્ષાનો સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં ‘કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રી ડૉ.એ.એચ.ગોર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનાર માં પીએચ.ડી. સ્ટુડન્ટ્સની સંશોધન ક્ષમતાઓના વિકાસની સાથે સ્કીલ ડેવલપમેન્ટ વિશે સહભાગીઓને નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રજિસ્ટ્રાર ડૉ. અનીલ ગોર એ વિચારશીલતા અને વાંચનથી જ સંશોધન તરફ આગળ વધવા માટે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. લાલન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સી.એસ.ઝાલા એ સંશોધન સંબંધિત ક્ષમતાઓના વિકાસ માટે લાલન કોલેજ માધ્યમ બની રહી છે એ વાતની ખુશી વ્યક્ત કરી હતી. પ્રો.ડૉ. દિલીપ કટાલિયાએ સંશોધનકાર્યમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઉપયોગ અને નૈતિકતાના ધોરણો વિશે રસપ્રદ માહિતી આપી હતી. પ્રો. ડૉ. શીતલ બાટીએ સંશોધન સાહિત્યની સમીક્ષાના લેખનમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ અને મર્યાદાઓ, એ.આઈ.ના વિવિધ ટૂલ્સ અને એપ્લિકેશન્સ વિશે સંશોધકોને જાણકારી આપી હતી. કચ્છ યુનિવર્સિટીના પ્રો.ડૉ. ગૌરવ ચૌહાણએ સંશોધનમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગ અને તેની મર્યાદાઓથી માંડીને રિસર્ચ ફંડ અને પેટન્ટ સુધીની વિવિધ માહિતી ટેક્નિકલ સેશનમાં આપી હતી. લાલન કોલેજ ખાતે આયોજિત આ સેમિનારમાં કચ્છ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી સહિતની રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજના વિવિધ વિષયના પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ, અનુસ્નાતક તથા સ્નાતક કક્ષાના વિધાર્થીઓ સહભાગી બન્યા હતા. આ સેમિનાર આર.આર. લાલન કોલેજના આચાર્યશ્રી ડૉ. સી.એસ.ઝાલા, રિસર્ચ ડેવલપમેન્ટ કમિટિના ડૉ. પ્રણવ પંડ્યા, ડૉ. મનોજ છાયા, ડૉ દર્શિત પડિયા, બાબુલાલ વાઘેલા, ડૉ. કુલદીપ આહુજા, ડૉ. રમેશ વરચંદ, ડૉ. અર્ણવ અંજારિયા, અમિતગિરિ ગોસ્વામી દ્વારા પીએમ ઉષા અંતર્ગત યોજાયો હતો. આ સેમિનારમાં કોલેજના પીએચ.ડી.ના તેમજ અન્ય વિદ્યાશાખાના વિધાર્થીઓના સહયોગ મળ્યો હતો.