DHROLGUJARATJAMJODHPURJAMNAGAR CITY/ TALUKOJOTANA

પોણા ૩ દાયકાથી ફરાર આરોપીને ઝડપી લેતી દેવભૂમિ દ્વારકા LCB

 

ભાણવડના ત્રણપાટીયા ખાતે આવેલ પેટ્રોલપંપમાં કરેલ લુંટના ગુન્હામાં છેલ્લા ૨૭ વર્ષથી નાસ્તા ફરતા દસ હજાર રૂપીયાના ઇનામી આરોપીને પકડી પાડતી એલ.સી.બી. દેવભૂમિ દ્વારકા

જામનગર (ભરત ભોગાયતા)

 

રાજકોટ વિભાગના મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા સાહેબ નાઓએ દેવભૂમિ દ્વારકા જીલ્લાના લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જે અનુસંધાને એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.શ્રી કે.કે.ગોહિલ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ ભાણવડ પોલીસ સ્ટેશન ગુ.૨.ન. ૦૧/૧૯૯૮ ઇ.પી.કો. કલમ ૩૯૫, ૩૯૭ વિગેરે મુજબના ગુન્હાના કાગળોનો ઝીણવટભરી રીતે અભ્યાસ કરી પો.સ.ઇ.શ્રી બી.એમ.દેવમુરારી તથા શ્રી વી.એન.સીંગરખીયા તથા શ્રી એસ.એસ.ચૌહાણ નાઓ અલગ અલગ ટીમ બનાવી ટેકનીકલ તથા હ્યુમન સોર્સથી ગુજરાત તથા મધ્યપ્રદેશ રાજ્યના અલગ અલગ જીલ્લામાંથી મહત્વની માહીતી મેળવી વર્ક આઉટ કરતા હતા.

દરમ્યાન દેવભૂમિ દ્વારકા એલ.સી.બી. ટીમના ASI મસરીભાઇ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા, અજીતભાઈ બારોટ તથા HC લાખાભાઈ પીંડારીયા નાઓને પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ૨૭ વર્ષ પહેલા ભાણવડના ત્રણપાટીયા ખાતે આવેલ પેટ્રોલપંપમાં ગુન્હામાં રાત્રીના સમયે અમુક ઇસમોએ હથીયાર તથા પથ્થરો મારી પેટ્રોલપંપ ખાતે હાજર માણસોને મારમારી રોકડ રૂપીયા તથા કાંડા ઘડીયારોની લૂંટ કરી ગુન્હાને અંજામ આપનાર અને છેલ્લા ૨૭ વર્ષથી નાસ્તા ફરતા આરોપી બાદરા સ/ઓ કલસીંગ ડામોર જાતે-આદિવાસી ભીલ ઉ.વ. ૪૬, રહે. ચોરા ગામ પોસ્ટ, મંડલી બડી, તા.જી. જાંબુઆ, રાજ્ય મધ્યપ્રદેશ વાળાને ASI શ્રી મસરીભાઇ ભારવાડીયા નાઓએ પોરબંદર-જામનગર રોડ કપુરડી પાટીયા પાસેથી પકડી પાડી આગળની તપાસ અર્થે ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

મજકુર ઇસમ કુખ્યાત ચડ્ડી બનીયાનધારી ગેંગનો સભ્યો હોય, મજકુર આરોપીએ તેના સાગરીતો સાથે મળી ભુતકાળમાં લુંટ, ધાડ તથા અપહરણના ગુન્હા આચરેલ છે. મજકુર આરોપી ઉપરોકત ગુન્હામાં છેલ્લા ૨૭ વર્ષથી નાસ્તો ફરતો હોય જેથી મજકુર આરોપીને પકડી પાડવા માટે સરકારશ્રી ગુજરાત રાજ્ય ગૃહવિભાગના ઠરાવ અન્વય પોલીસ અધિક્ષકશ્રી દેવભૂમિ દ્વારકા નાઓ દ્વારા રૂપીયા ૧૦,૦૦૦/- નુ ઇનામ જાહેર કરેલ હતુ.

સારી કામગીરી કરનાર ટીમ

આ કાર્યવાહી એલ.સી.બી. PI શ્રી કે.કે.ગોહિલ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ PSI શ્રી બી.એમ.દેવમુરારી, શ્રી વી.એન.સીંગરખીયા, શ્રી એસ.એસ.ચૌહાણ, શ્રી એસ.વી.કાંબલિયા તથા ASI મસરીભાઇ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા, અજીતભાઈ બારોટ HC લાખાભાઇ પિંડારીયા નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

__________________

regards

ભરત જી. ભોગાયતા

b.sc.,ll.b.,d.n.y.(gau)

પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)

જામનગર

8758659878/9824246758

Back to top button
error: Content is protected !!