પાવીજેતપુરના કલારાણી ગામે કચરામાં નવજાત શિશુને ત્યજી દેનાર કુંવારી માતા બનેલી કિશોરી નિકળી.
પાવીજેતપુરના કલારાણી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ કચરામાં ત્યજી દીધેલું નવજાત શિશુ મળી આવ્યું હતું. જેને કરાલી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ગણતરીના કલાકોમાં બાળકીની માતાને સોધી કાઢવામાં આવી છે.
બુધવારે વહેલી સવારે કલારાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ આવેલી દિવાલ પાસેથી એક વ્યક્તિ પસાર થઇ રહીં હતી. ત્યારે અચાનક તેની નજર ગંદકીમાં પડેલા એક નવજાત બાળક ઉપર પડી હતી. આ નવજાત બાળકના શરીર ઉપર કીડા, મંકોડા ફરી વળતા તે કણસી રહ્યું હતુ. જેથી તેને તાત્કાલીક નજીકના એક દુકાનદારને તેની જાણ કરી અને બાદમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ અને સ્ટાફને જાણ થતાં તેઓ દોડી આવ્યાં હતા. અને ત્યાર બાદ તેને હોસ્પિટલ માં લઇ જઇ પ્રાથમિક સારવાર આપી છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયું હતું છોટાઉદેપુર જિલ્લા માં બાળરોગ ના તબીબ ન હોવાને કારણે તેને વડોદરા એસ.એસ.જી ખાતે ખસેડવામાં આવ્યું હતું હાલ ત્યાં તેની સારવાર ચાલી રહી છે.
આ ઘટના અંગે કરાલી પોલીસને જાણ પણ કરી હતી. પોલીસને ઘટના વિશે જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પરંતુ બાળક કોનું હતું તે રહસ્ય કાયમ હતો. ત્યજી દીધેલું બાળક ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યજી દેવાયેલ બાળકની નાળ પણ કાપી ન હતી. આ કારણે બાળકને હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપવામાં આવ્યું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં હાલ સામે આવી રહ્યું છે કે, આ બાળકની માતા 14 વર્ષની આસપાસ છે.
જોકે બાળકની માતાનું લગ્ન પણ થયેલ નહિ હોવાનું હાલ સામે આવી રહ્યું છે. જેથી પોલીસ હવે આ બાળકની માતાનો સંબંધ કોની સાથે હતા અને બાળકને જન્મ આપીને ત્યજી દેવા પાછળનું કારણ શું છે? આ મામલે તમામ દિશાઓમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર