AMRELIGUJARATRAJULA

જૈનમ શાહને ICFAI બિઝનેસ સ્કૂલના સમારંભમાં સર્વાંગી શ્રેષ્ઠતા માટે પ્રતિષ્ઠિત “બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ” એનાયત

યોગેશ કાનાબાર રાજુલા

જૈનમ શાહને ICFAI બિઝનેસ સ્કૂલના સમારંભમાં સર્વાંગી શ્રેષ્ઠતા માટે પ્રતિષ્ઠિત “બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ” એનાયત

હૈદરાબાદ સ્થિત ICFAI બિઝનેસ સ્કૂલના 15મા કન્વોકેશન (સ્નાતકોત્સવ) દરમ્યાન, 12 સપ્ટેમ્બર 2025ના રોજ જૈનમ શાહ, રાજુભાઈ જયંતિલાલ શાહના પુત્રને સર્વાંગી શ્રેષ્ઠતા માટે પ્રતિષ્ઠિત “બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જૈનમ ICFAI બિઝનેસ સ્કૂલ, હૈદરાબાદમાંથી ફાઇનાન્સમાં એમ.બી.એ.ની પદવી સાથે ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદાન કર્યું છે. તેમણે માત્ર અભ્યાસમાં જ નહિ, પરંતુ સામાજિક જવાબદારી ક્ષેત્રે પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમના અભ્યાસકાળ દરમિયાન તેમણે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લીધો — જેમ કે રક્તદાન અને હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન, અનાથાશ્રમ તથા વૃદ્ધાશ્રમની મુલાકાત, સરકારી શાળાઓમાં શિક્ષણ, ગૌશાળાની મુલાકાત વગેરે.

ક્લબ સંકલ્પના અધ્યક્ષ તરીકે, જૈનમ કેવળ પોતેજ નહીં, પરંતુ તેમના સાથીઓને પણ સામાજિક સેવા માટે પ્રેરિત કર્યા હતા અને સમગ્ર શૈક્ષણિક સમાજમાં કરુણા અને સેવા ભાવનાનો સંદેશ આપ્યો.

એક નાનાં શહેરમાંથી આવતા જૈનમ શાહનું આ સિદ્ધિદાયક પગથિયું તેમના દૃઢ નિશ્ચય, મહેનત અને સતત પ્રયત્નોની સાક્ષી આપે છે. તેમના આ ઉપલબ્ધિથી તેમનાં પરિવારજનો, મિત્રો અને સમાજમાં ગૌરવનો માહોલ છવાયો છે. આ સફળતા અનેક વિદ્યાર્થીઓ અને યુવા વ્યાવસાયિકોને પ્રેરણા આપે તેવી છે.

Back to top button
error: Content is protected !!