MORBI મોરબી શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આયોજીત સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નો પ્રારંભ.
MORBI મોરબી શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આયોજીત સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નો પ્રારંભ.
શ્રી શ્રી ૧૦૦૮ પ.પૂ. મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીજી (ગુરુ-ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ-મોરબી) ના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું અનેરૂ આયોજન.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ ધામ ખાતે એ.સી. હોલ માં શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું અનેરૂ આયોજન કરવા માં આવેલ છે. જેમાં વ્યાસાસને શ્રી શ્રી ૧૦૦૮ પ.પૂ. રત્નેશ્વરીદેવીજી (ગુરૂ-ભાવેશ્વરી માતાજી,રામધન આશ્રમ,મોરબી) બિરાજમાન થયેલ છે. તેમના શ્રી મુખે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું રસપાન ભક્તજનોને કરાવવા માં આવી રહ્યુ છે ત્યારે ભવ્ય પોથીયાત્રા દ્વારા શહેર ના જલારામ ધામ ખાતે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ નો પ્રારંભ થયો છે.
સર્વપિતૃ મોક્ષાર્થે આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં સ્વ.જીતેન્દ્રકુમાર જયંતિલાલ ખખ્ખર પરિવાર, સ્વ.મનહરભાઈ પરસોતમભાઈ કોટક પરિવાર, ગૌ.વા.સોમચંદભાઈ મુળજીભાઈ ચંદારાણા પરિવાર, સ્વ.બસંતભાઈ ગંગારામભાઈ ભોજાણી પરિવાર, સ્વ.પ્રવિણચંદ્ર ફુલચંદભાઈ કારીયા પરિવાર(મુખ્ય પોથી યજમાન), સ્વ.ભુરાભાઈ ભગવાનજીભાઈ સોમમાણેક પરિવાર, જેઠાલાલ ઝવેરચંદ કારીયા પરિવાર, ગૌ.વા. ધીરજલાલ જમનાદાસ ઠકરાર પરિવાર, સ્વ.અરૂણાબેન જગદીશભાઈ કોટક પરિવાર સહીતનાં પરિવારો પોથી યજમાન તરીકે બિરાજમાન થયેલ છે. તે ઉપરાંત સપ્તાહ દરમિયાન યોજાઈ રહેલ ફરાળ તેમજ મહાપ્રસાદ માં શ્રી કાંતિલાલ અમૃતિયા (ધારાસભ્યશ્રી) પરિવાર, શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી પરિવાર, દર્શનભાઈ પુજારા પરિવાર, શ્રી સી.પી.પોપટ પરિવાર, શ્રી હરીશભાઈ ભુરાભાઈ સોમમાણેક પરિવાર, સ્વ.મંગળાગૌરીબેન ચુનીલાલ કાથરાણી પરિવાર, બચુલાલ જેઠાલાલ કારીયા પરિવાર, સ્વ.પ્રવિણચંદ્ર અમૃતલાલ કાનાબાર પરિવાર, સ્વ.ભીમજીભાઈ માધવજીભાઈ ચંડીભમર પરિવાર, સ્વ.હસમુખલાલ હીરાલાલ પંડિત પરિવાર, શ્રી હસમુખભાઈ ચીમનલાલ પુજારા પરિવાર, ઠા.મગનભાઈ રણછોડભાઈ પાનવાળા પરિવાર, શ્રી ધીરજલાલ સોમચંદભાઈ ચંદારાણા પરિવાર, સ્વ.મણીલાલ મગનભાઈ હાલાણી પરિવાર સહીતનાં પરિવારો દ્વારા સહયોગ પ્રાપ્ત થયેલ છે.
ભવ્ય પોથીયત્રા નું પ્રસ્થાન પ.પૂ.ભાવેશ્વરી માતાજી (રામધન આશ્રમ-મોરબી) દ્વારા કરાવવામાં આવ્યુ હતું.