કેશોદમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું,પ્રાથમિક વિભાગ માં 64 કૃતિઓ તથા માધ્યમિક વિભાગમાં 42 કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા પ્રદર્શિત કરવામાં આવી
કેશોદમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું,પ્રાથમિક વિભાગ માં 64 કૃતિઓ તથા માધ્યમિક વિભાગમાં 42 કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા પ્રદર્શિત કરવામાં આવી
કેશોદના કેશોદ વેરાવળ બાયપાસ પાસે આવેલ ન્યુ એરા પ્રોફેસર એકેડેમી ખાતે આજરોજ ઇન્ટર સ્કૂલ વિજ્ઞાન મેળા નું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં બાળ વૈજ્ઞાનિકોએ ઓર્ગેનિક કૃષિ, સોલાર સિસ્ટમ, ભૌતિક વિજ્ઞાન, ગાણિતિક કૃતિઓ, એકસીડન્ટ નિવારવા માટે ની કૃતિ ઓ રજૂ કરેલ હતી કાર્યક્રમની શરૂઆત ન્યુ એરા પ્રોફેસર એકેડેમી ના સંચાલક પ્રો પી .એસ. ગજેરા તથા નિર્ણાયકો એ.એન.જાવિયા, પી.એસ.ખાનપરા, જે.વી.ડોબરીયા. એન.એમ.ચૌહાણ વગેરે દ્વારા રીબન કાપી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલો હતો કાર્યક્રમના અધ્યક્ષ પરેશ ગોસ્વામી હવામાન વિભાગના નિષ્ણાંત અને વૈજ્ઞાનિક જણાવેલ કે વિજ્ઞાન મેળો તથા ગણિત વિજ્ઞાન પ્રદર્શન બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ ને ઉજાગર કરવા માટે ખૂબ જ મહત્વનું રહે છે સમાપન પ્રોગ્રામમાં હાજર રહેલા કેશોદના વિવિધ એનજીઓ ના હોદ્દેદારો ભારત વિકાસ પરિષદ ના સ્થાપક પ્રમુખ ડો સ્નેહલ તન્ના પ્રમુખ આર પી સોલંકી જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વાલીઓ એ બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરેલ કૃતિઓ નિહાળીને મંત્રમુગ્ધ થયા હતા
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ