BANASKANTHAGUJARATPALANPUR
શ્રી ઉત્તર ગુજરાત મીઠાઈ- ફરસાણ ઉત્પાદક વેપારી મહામંડળ ની સાધારણ સભા યોજાઈ
15 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી ઉત્તર ગુજરાત મીઠાઈ- ફરસાણ ઉત્પાદક વેપારી મહામંડળ ની સાધારણ સભા યોજાઈ. ઉત્તર ગુજરાત મીઠાઈ ફરસાણ ઉત્પાદક વેપારી મહામંડળ એસોસિયેશન ની જનરલ સભા આબુ મુકામે આવેલ સન રિસોર્ટ ખાતે યોજવામાં આવેલ હતી. જેમાં મોટીવેશન સ્પીકર સંજય રાવલે જીવન જીવવાની શૈલી વિશે ની પ્રેરણા ની રસપ્રદ બાબત પોતાના વક્તવ્યમાં વર્ણવી હતી.જેમાં ભાજપના સંયોજક શ્રી નરેન્દ્રભાઈ પુરોહિત, ગુજરાત મીઠાઈ ફરસાણ ના મહામંત્રી રાજેશભાઈ પટેલ તેમજ અધ્યક્ષ રોહિતભાઈ સુખડીયા,વાઈસ અધ્યક્ષ અજયભાઈ વ્યાસ તથા પ્રમુખ અશોકકુમાર ખંડેલવાલ, મહામંત્રી પિન્ટુભાઈ પટેલ તથા મંત્રી રસીકભાઈ પટેલ, ઉપપ્રમુખ કૌશિકભાઈ સુખડીયા , હરેશભાઈ સંગઠન મંત્રી તથા અન્ય કારોબારી મેમ્બર્સ નીઅધ્યક્ષતામાંમીઠાઈ ફરસાણના વેપારીઓ મોટી સંખ્યામાં આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.