MORBI:મોરબીના ઘુંટુ ગામ નજીક આવેલ રામકો વિલેજ સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાઓના લઈને ગ્રામ્ય મામલતદારને કરી રજુઆત
MORBI:મોરબીના ઘુંટુ ગામ નજીક આવેલ રામકો વિલેજ સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાઓના લઈને ગ્રામ્ય મામલતદારને કરી રજુઆત
મોરબીના ઘુંટુ ગામ પાસે આવેલી રામકો વિલેજ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે રોષે ભરાયેલા સ્થાનિકોએ આજે ગ્રામ્ય મામલતદાર કચેરીએ ઉગ્ર રજુઆત કરી હતી. આ સાથે તેઓએ જો યોગ્ય નિરાકરણ નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.આ રજુઆતમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે સોસાયટીમાં જે પાયાની જીવનજરૂરી વ્યવસ્થાઓ હોવી જોઈએ. તેના અભાવને લીધે અમો પીડાઈ રહ્યા છીએ. અમારી સોસાયટી આશરે ૮૦ વીધાના વિસ્તારમાં પથરાયેલી છે અને બિન-ખેતી કરાવી પ્લોટીંગ પાડી વર્ષ ર૦૦૯ ની સાલમાં નિર્માણ થયેલ છે. સોસાયટીના નિર્માણને આશરે ૧૫ વર્ષ જેવો સમય થયેલ હોવા છતાં સોસાયટીના નિર્માતા દ્વારા સોસાયટી પંચાયતને સોપેલ નથી. રહીશો દ્વારા રોડ, રસ્તા, પાણી, ગટર બાબતે વારંવાર સરપંચ, તલાટી કમ મંત્રી વગેરે ને રજૂઆત કરતા તેઓએ સોસાયટી પંચાયતને સોંપેલ નથી તેવું જણાવ્યું છે અને અમારી સમસ્યાઓનું નિરાકરણ લાવેલ નથી.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે રામકો વિલેજ સોસાયટીમાં રોડ, પાણી અને ગટરની સમસ્યાને લઈને હું ધારાસભ્ય પાસે પાંચેક વખત ગયો છું. છતાં કોઈ કામ થયું નથી. ઘરે ઘરે માંદગીનો ખાટકો છે. કાલે એક બાળક પડી ગયું હતું. તેને 9 ટાકા આવ્યા છે. પાણીના 800થી 1000ના ટાકા નખાવા પડે છે. અહીં રહેતા મધ્યમ વર્ગને તે પોષાય એમ નથી. જો અમારા પ્રશ્નોનું નિરાકરણ નહિ આવે તો અમે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીશું.આ સાથે તેઓએ છેલ્લે આક્રોશ સાથે જણાવ્યું હતું કે કા એમને સુવિધા આપો નહીં તો ગોળી મારી દો.સોસાયટીમાં પાણી અને ગટર જેવી કોઈ સુવિધા નથી. રીક્ષા વાળા પણ ઘર સુધી મુકવા આવવા તૈયાર નથી. ઘર સુધી એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી. નાયબ મામલતદાર પવનભાઈ વ્યાસે આ અંગે કહ્યું કે અમને રજુઆત મળી છે. કલેકટર કક્ષાએથી મહાપાલિકાને જાણ કરવામાં આવશે. મામલતદાર દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરી એક અઠવાડિયામાં નિકાલ કરવામાં આવશે.