વિજાપુર મામલતદાર કચેરી નજીક આવેલ સરદાર પટેલ પ્રતિમા ખાતે સરદાર પટેલ સન્માન યાત્રા નુ ભવ્ય સ્વાગત કરાયું
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મામલતદાર કચેરી નજીક આવેલ દેશની એકતા અને અખંડિતા ના પ્રતિક સરદાર વલ્લભ ભાઈ પટેલ ની 150 મી જન્મ જયંતી નિમિત્તે સરદાર પટેલ ની પ્રતિમા ને પુષ્પ પહેરાવી જન્મ જયંતી ઉજવણી કરાઈ હતી.તેમજ બારડોલી થી સોમનાથ તરફ નીકળેલ સરદાર પટેલ ની પ્રતિમા સાથે ની યાત્રા આશ્રમ ચોકડી અને સરદાર પટેલ સર્કલ ખાતે આવી પોહચતાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ સરદાર પટેલ ની નીકળેલ યાત્રા તાલુકાના અનોડિયા આશ્રમ ચોકડી આનંદપુરા ચોકડી સરદાર પટેલ સર્કલ ટીબી વિસ્તાર માં ફરી હતી. જ્યાં જય સરદાર સૌના સરદાર ના નારા લગાવી પાટીદાર સમાજ ના યુવકોએ ભવ્ય પુષ્પ વર્ષા કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય સીજે ચાવડા પૂર્વ ધારાસભ્ય રમણ ભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલ તેમજ ધારાશાસ્ત્રી દર્શન પટેલ તેમજ તાલુકા ભાજપના પ્રમુખ અને શહેર પ્રમુખ સહિત ભાજપ ના કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.