HIMATNAGARSABARKANTHA

*ખેડબ્રહ્મા તાલુકાની નદીઓમાંથી રાત દિવસ રેતી ખનનબેફામ રેતી ચોરી: તંત્રના મૌન પર શંકા, શું ખનન માફિયાઓને સહકાર મળી રહ્યો છે?*

અહેવાલ:- પ્રતિક ભોઈ

*ખેડબ્રહ્મા તાલુકાની નદીઓમાંથી રાત દિવસ રેતી ખનનબેફામ રેતી ચોરી: તંત્રના મૌન પર શંકા, શું ખનન માફિયાઓને સહકાર મળી રહ્યો છે?*

*ખેડબ્રહ્મા તાલુકા વિસ્તારમાં ટ્રેક્ટર અને આઇવા ટ્રક દ્વારા રાત દિવસ અવેઘખનન*

ખેડબ્રહ્મા તાલુકા અને તેની આસપાસના વિસ્તારોમાં રેતીના ગેરકાયદેસર ખનનની બેફામ પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલી રહી છે. રાત દિવસ ટ્રેક્ટર અને ઓવરલોડેડ ટ્રક દ્વારા મોટા પ્રમાણમાં રેતી ચોરી થઈ રહી છે, અને તંત્ર તેની સામે આંખ આડા કાન કરી બેઠું છે. આ ચોરી માત્ર કાનૂની નાણા નહીં, પણ પર્યાવરણ અને જનહિત માટે ગંભીર ખતરો છે. તંત્રની આ નિષ્ક્રિયતા અને ભ્રષ્ટાચારની અફવાઓ પર કોઈ જવાબદાર સામે પગલાં કેમ લેવામાં આવતા નથી? સતત થતી દિન રાત રેતની ચોરી સામે સરકારી તંત્ર ગાંધીબાપુ ના ત્રણ વાગરા જેવી ભૂમિકા પથવી રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લા ભૂસ્તર વિભાગ જાણે કે કુંભકરણ નીંદર માં સુઈ રહ્યો છે. ખનન વિભાગ અને પોલીસ ભુમિકા સામે ગંભીર સવાલો ઉઠવા પામ્યાં છે
સાબરકાંઠા જિલ્લાના ખનન વિભાગની નિષ્ક્રિયતા શું તંત્ર ખનન માફિયાઓ સાથે મળતાવળ કરી રહ્યું છે? પોલીસ અને મામલતદાર દરરોજ થતા આ ગેરકાયદેસર વાહન વ્યવહાર સામે ચુપ કેમ છે? શું ખનન વિભાગના કેટલાક અધિકારીઓ મહિને ‘હપ્તા’ લઈ આ પ્રવૃત્તિઓ પર પરદો દોરી રહ્યા છે? કે સૂ?

*ખેડબ્રહ્મા શહેરમાં માર્ગો ઉપર ખુલ્લેઆમ તાડપત્રીના ઢોકણ વિના ટ્રેક્ટર બેફામ દોડી રહ્યા છે*

*કોઈપણ જાતનો ડર વિના નદીનો તટખનન કરી રહ્યા છે પરોયા રુદ્રમાળા પાદરડી વાસણા ઊંચી ધનાલ કલેકા ગઢડા શામળાજી દાણ મહુડી પંથાલ પાટડીયા ખેરોજ રતનપુર ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં હરણાવ નદી એમ જ નદી કિનારે વિસ્તારે રેતી ખનન થઈ રહ્યું છે
માત્ર સ્થાનિક તંત્ર એક બે ટ્રેક્ટર પકડીને સંતોષ માને છે*
*માતેલા સાઢ ની જેમન માર્ગો ઉપર,, દોડી રહ્યા છે રેતી ભરેલા ટ્રેક્ટર ડ્રાઇવરો કાનોમાં ઈયર ફોન લગાવી બેફામ દોડતા*

Back to top button
error: Content is protected !!