અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા – સાયરા રોડ પર શિવાલિક સોસાયટી પાસે જોખમી પરિસ્થિતિ, 20 દિવસથી તૂટેલો વીજડીપનો થાંભલો યથાવત
મોડાસા શહેરના સાયરા રોડ પર આવેલ ગેબી મંદિરની બાજુમાં આવેલી શિવાલિક સોસાયટી પાસે વીજ વિભાગ નો વીજડીપીનો થાંભલો તૂટી જવાની ઘટના સામે આવી છે. તૂટેલા થાંભલાને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે ભયનું માહોલ છે.
માહિતી અનુસાર, લગભગ છેલ્લા 20 દિવસથી આ થાંભલો તૂટેલી હાલતમાં ઉભો છે. વિસ્તારના લોકો દ્વારા વારંવાર મોડાસા GEB ઓફીસના ઈજનેર ને ફોન કરાયા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ જણાવ્યું હતું મોડાસા GEB ના વિભાગના કર્મચારીઓ કે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.લોકોનો આક્ષેપ છે કે, જો અચાનક કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે – GEB કે સરકાર..? વીજ થાંભલો તૂટી જવાથી ક્યારેક પણ જાનહાનિ કે આગ જેવી ઘટના સર્જાઈ શકે છે.સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક હરકત કરીને થાંભલાને મરામત કરે અને કોઈ મોટી દુર્ઘટના બનતા પહેલા જરૂરી પગલાં ભરે.