ARAVALLIBHILODAGUJARAT

ભીલોડા તાલુકાના ટોરડા ગામ નજીકથી યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળતા ચકચાર

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

ભીલોડા તાલુકાના ટોરડા ગામ નજીકથી યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળતા ચકચાર

ભીલોડા તાલુકાના ટોરડા ગામ નજીકથી એક યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળતા ચકચાર મચી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કુશાલપુરા ગામના ખેતરમાંથી લાશ મળી આવી હતી. મૃતકની ઓળખ ૨૮ વર્ષીય ચેનવા પરેશકુમાર શામળભાઈ તરીકે થઈ છે.યુવક ગઈ કાલથી ગુમ થયેલો હતો, જેના કારણે પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. આજે સવારે તેની લાશ શંકાસ્પદ પરિસ્થિતિમાં મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચિંતા ફેલાઈ છે.ઘટનાની જાણ થતાં જ ભીલોડા પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે ભીલોડા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.પોલીસે હાલ મૃતકના મોત અંગે વિવિધ એંગલ પરથી તપાસ હાથ ધરી છે. મોત દુર્ઘટના છે, આત્મહત્યા છે કે પછી કોઈએ દુષ્કર્મ આચર્યું છે તે બાબત પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.આ બનાવને લઈ સ્થાનિકોમાં ભારે ચકચાર ફેલાઈ છે, જ્યારે પરિવારજનોએ પણ ઘટનાની વિગતવાર તપાસ કરવાની માંગ ઉઠાવી છે.

Back to top button
error: Content is protected !!